આમચી મુંબઈ

સ્ટેશનના પરિસરમાં ગંદકી કરી તો ખેર નથીઃ મધ્ય રેલવેએ લીધો મોટો નિર્ણય

મુંબઈ: રેલવે સ્ટેશનો અને ટ્રેનમાં ગંદકી કરનારા અથવા થૂંકનારા પ્રવાસીઓ પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે, જ્યારે પ્રવાસીઓ પર નજર રાખવા માટે રેલવે આગામી અઠવાડિયાથી મધ્ય રેલવેના એલટીટી સ્ટેશન પર ત્રણ મહિના માટે રેલવે ક્લીન-અપ માર્શલની નિમણૂક કરવાનો નિર્ણય પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. આ ક્લીન-અપ માર્શલ યોજનાને સફળતા મળતા તેને મધ્ય રેલવેના દરેક સ્ટેશનો પર પણ તહેનાત કરવામાં આવશે.

મુંબઈમાં ક્લીન અપ મિશન ચલાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે રેલવે સ્ટેશનો પર પણ સ્વચ્છતા રાખવા માટે સફાઈ કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે. જોકે, આ કર્મચારીઓની સાથે સ્ટેશનો પર મશીન વડે પણ સાફસફાઇ કરવામાં આવી રહી છે. પણ સ્ટેશનો પર વધતી ભીડને કારણે રેલવે પ્રશાસનની આ યોજના નિષ્ફળ રહી છે.

રેલવે સ્ટેશનો પર ક્લીન-અપ માર્શલ દ્વારા ગંદકી કરનારા પ્રવાસીઓ પાસેથી દંડની વસૂલાત કરવામાં આવશે. ક્લીન-અપ માર્શલની આ કાર્યવાહી દરમિયાન અનેક વખત દંડ ભરવાને લઈને પ્રવાસીઓ સાથે વિવાદ થતાં ક્લીન-અપ માર્શલને લેબલ સાથે તસવીરો પોતાના કૅમેરામાં કેદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી કોઈ પણ વિવાદ સર્જાય નહીં.

ક્લીન-અપ માર્શલને દંડની રકમ વસૂલવાનો અધિકાર આપવામાં આવ્યો નથી, પણ સ્ટેશન અસ્વચ્છતા કરનાર પ્રવાસીઓ પકડાતાં ક્લીન-અપ માર્શલ દ્વારા તેમને ટીસી પાસે લઇ જવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. ટીસી દ્વારા વસૂલવામાં આવેલી રકમની રસીદ પર પ્રવાસીઓને આપવામાં આવશે, એવી માહિતી અધિકારીએ આપી હતી.

મધ્ય રેલવે પ્રશાસન દ્વારા અમુક ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે, જેમાં રેલવે પ્લેટફોર્મ પર થૂંકવું, પાણીની ખાલી બોટલ, રેપર પ્લેટફોર્મ પર ફેંકતા પકડાશે તો તેમની પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલવા આવશે. દંડની રકમ પહેલા 200 રૂપિયા રાખવામાં આવવાની હતી, પણ ત્યારબાદ તેને 100 કરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

સ્ટેશન પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નિમણૂક કરવામાં આવતા માર્શલની પોલીસ તપાસ કરાવવી જરૂરી છે. માર્શલની પોલીસ તપાસ બાદ કોન્ટ્રાક્ટર તેમની નિમણૂક કરવાની પરવાનગી આપવામાં આવશે. ક્લીન અપ માર્શલ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવવાની છે, જેમાં દરેક ક્લીન-અપ માર્શલ માટે એસએસસી અને સુપરવાઇઝર માટે એચએસસી આ રીતની શૈક્ષણિક પાત્રતા રાખવામાં આવી છે.

ક્લીન-અપ માર્શલ સ્ટેશન પર લગાવેલા સીસીટીવી કૅમેરાનો ઉપયોગ પણ કરશે. આ સાથે માર્શલ પર પણ સીસીટીવી વડે નજર રાખવામાં આવશે અને જો પ્રવાસીઓ સામે ખોટી કાર્યવાહી કરી તેમને હેરાન કરવાની ફરિયાદ મળતા ક્લીન-અપ માર્શલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, એવું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?