દિવાળી સમયે IRCTCનું ટિકિટિંગ પ્લેટફોર્મ ઠપ્પ; મુસાફરોને હાલાકી

મુંબઈ: દિવાળી સમયે વતન જવા કે ફરવા જવા રેલવેની ટીકીટની માંગમાં ભારે વધારો થતો હોય છે. દિવાળીને આડે માત્ર બે દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આજે સવારે IRCTCની વેબસાઈટ અને મોબાઈલ એપ ડાઉન થઇ જતાં લાખો મુસાફરો હેરાન થયા હતાં.

IRCTCએ જણાવ્યા મુજબ, આગામી એક કલાક માટે બુકિંગ અને કેન્સલેશન બંધ રહેશે. કેન્સલેશન અથવા TDR ફાઇલ કરવા માટે, મુસાફરોને 08044647999 અને 08035734999 પર કૉલ કરવા અથવા etickets@rcte.co.in પર ઇમેઇલ કરવો.
IRCTC પર તત્કાલ ટિકિટ બુકિંગ સવારે 10:00 વાગ્યે શરુ થતું હોય છે, જ્યારે સ્લીપર ક્લાસ માટે તત્કાલ ટિકિટ બુકિંગ સવારે 11:00 વાગ્યા શરુ થતું હોય છે. જોકે, આજે IRCTCનું ટિકિટિંગ પ્લેટફોર્મ સવારે 10:40 વાગ્યાની આસપાસ ડાઉન થઈ ગયું હતું, જેના કારણે મુસાફરોને હાલાકીનો વેઠવી પડી હતી.
હાલ ટિકિટ બુકિંગ પૂર્વવત શરુ થઇ ગયું છે, પણ ઘણા લોકો ટીકીટ બૂક કરવાથી ચુકી ગયા છે.
IRCTC ટિકિટિંગ પ્લેટફોર્મ ઠપ્પ થઇ જતાં, આજે સવારે IRCTCનો સ્ટોકમાં ઘટાડો નોંધાયો હતો. સવારે 11:10 વાગ્યે BSE પર IRCTCનો સ્ટોકનો સ્ટોક 0.28% ઘટીને ₹717.05 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આપણ વાંચો: મુંબઈ સિવાયની એમએમઆરની બધી જ મનપામાં ભાજપ-શિવસેના અલગ અલગ લડશે