IPL 2024આમચી મુંબઈમહારાષ્ટ્રસ્પોર્ટસ

IPL Obsession: ‘મુંબઈ હારી જશે…’ એવી ટીપ્પણી કરતા કોલ્હાપુરમાં પ્રૌઢ ખેડૂતની હત્યા કરવામાં આવી

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)2024 ની સિઝનની શરૂઆત પહેલાથી સોશિયલ મીડિયા પર મુંબઈ ઇન્ડિયન્સન(MI) ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માના ચાહકો વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. બંને ખેલાડીઓ એક જ ટીમ માટે રમતા હોવા છતાં રોહિતના ચાહકો હાર્દિકનો હુરિયો બોલાવતા જોવા મળ્યા હતા, ચાહકોના આવા વર્તાવને કારણે IPLની શાખને નુકશાન પહોંચ્યું છે. એવામાં મહારાષ્ટ્રમાં ચોંકાવનારો કિસ્સો બન્યો હતો, ર્રોહિત શર્મા અને MI અંગે ટીપ્પણી કરવા બાબતે એક 65 વર્ષના વૃદ્ધની હત્યા કરી નાખવામાં આવી.

SRH સામેની MIની મેચ દરમિયાન હૈદરાબાદના સ્ટેડિયથી માઇલો દૂર મહારાષ્ટ્રના કોલ્હાપુર(Kohlapur)માં આવેલા હણમંતવાડી ગામમાં, બંદોપંત ટીબીલે નામના 65 વર્ષીય પ્રૌઢ ખેડૂતે ‘મુંબઈ ઇન્ડિયન્સ હારી જશે’ એવું કહેતા તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેનું બાદમાં મોત નીપજ્યું હતું.

27 માર્ચના રોજ, બંદોપંત IPL જોવા માટે શેરીમાં એક મિત્રના ઘરે ગયો હતા. જ્યાં અન્ય 6-7 લોકો પણ મેચ જોવા જોડાયા હતા. આ હાઈ-સ્કોરિંગ મેચ હતી, હૈદરાબાદે મુંબઈને 278 રનનો વિશાળ લક્ષ્ય આપ્યો હતો. મુંબઈએ ઝડપી શરૂઆત કરી, પરંતુ જ્યારે રોહિત શર્મા આઉટ થયો, ત્યારે બંદોપંતે મુંબઈ ઈન્ડિયન્સના પ્રશંસક મિત્રેને ટોણો માર્યો હતો. બંદોપંતે કહ્યું કે ” રોહિત આઉટ થઈ ગયો, હવે મુંબઈ હારી જશે!” જે સંભાળીને મિત્ર ઉશ્કેરાઈ ગયો અને બંને ઉગ્ર દલીલો થવા લાગી.

દલીલો મારપીટમાં ફેરવાઈ ગઈ, બંદોપંતને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. કેટલાક સ્થાનિક રહેવાસીઓએ દખલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક શખ્સે બંદોપંતને માથાના પાછળના ભાગમાં લાકડી વડે ફટકો માર્યો. બંદોપંત તેના ઘરના દરવાજા પાસે જમીન પર પટકાઈ ગયો. ત્યાર બાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બે દિવસ પછી, તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

પોલીસે બે શખ્સો સામે સામે ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ કેસ નોંધ્યો છે. ઘટના બાદ બંને પક્ષોના પરિવારો ભેગા થયા અને ખાતરી કરી કે ગામમાં સ્થિતિ ના બગડે. આ બનાવ બાદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. એક પોલીસે અધિકારીએ કહ્યું કે અમે યુવાનોની વાત નથી કરી રહ્યા. આ મામલામાં બે પ્રૌઢ વ્યક્તિઓ IPL બાબતે ઝઘડી પડ્યા.

એક અખબારી અહેવાલ મુજબ ગામના સરપંચે જણાવ્યું હતું કે આ એક સાધારણ ગામ છે અહીં થોડી જમીન અને ઓછી કમાણી ધરાવતા ખેડૂતો વસે છે. અમે મોટા શહેરોની ભીડથી ઘણા દૂર છીએ. લોકો અહીં સાદું અને શાંતિપૂર્ણ જીવન જીવે છે. મુંબઈ અથવા પુણેથી આ ગામમાં પહોંચવા અડધા દિવસથી વધુનો સમય લાગે છે. આ દુર્ઘટનાએ ગામને સ્તબ્ધ કરી દીધું છે અને તેના રહેવાસીઓને શોકમાં છે.

મૃતકના ઘરથી નજીક રહેતા એક પોલીસકર્મીએ જણવ્યું કે“ ગામમાં ક્રિકેટ હંમેશા લોકપ્રિય રહી છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં, IPL ગાંડપણ અકલ્પનીય સ્તરે પહોંચી ગયું છે.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button