આમચી મુંબઈમહારાષ્ટ્રવિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

આજે લોન્ચ થશે iPhone 16 સિરીઝ, જાણો ક્યાં કેટલા વાગ્યે જોઈ શકશો ઇવેન્ટ…

મુંબઈ: Appleના ગેજેટ્સના ચાહકોની રાહનો આજે અંત આવશે. Apple આજે ઇવેન્ટ યોજવાની છે, જેમાં iPhone 16 અને iPhone 16 Pro સિરીઝ લૉન્ચ કરવામાં આવશે. આ સાથે Apple Watch Series 10, Apple Watch Ultra 3 અને Apple Watch SE મૉડલ પણ લૉન્ચ થઈ શકે છે. ભારતીય સમય અનુસાર આ ઈવેન્ટ રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે.

આ પણ વાંચો : Apple યુઝર્સ સાવધાન, તમારા iPhone-iPad હેક થઇ શકે છે, કેન્દ્ર સરકારની ચેતવણી

આ Apple ઇવેન્ટની ટેગ લાઇન ‘ઇટ્સ ગ્લોટાઇમ’ છે. તમે આ ઇવેન્ટને કંપનીની સત્તાવાર વેબસાઇટ, Apple TV અને YouTube પર લાઇવ જોઈ શકશો. આ ઈવેન્ટ કેલિફોર્નિયાના એપલ ક્યુપરટિનો પાર્કમાં યોજાશે.

Apple આજની ઇવેન્ટમાં iPhone 16 લાઇનઅપ લોન્ચ કરશે. ગયા વર્ષની જેમ આ ઈવેન્ટમાં iPhone 16, iPhone 16 plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max લોન્ચ કરવામાં આવશે. આ તમામ હેન્ડસેટમાં નવા A18 ચિપસેટ હશે. બધા મૉડલોની પોતાની આગવી વિશેષતા પણ હોઈ શકે છે. નવા iPhone માં Apple Intelligence ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો : ‘….તો હું એપલના ડિવાઈસીસ પર પ્રતિબંધ લગાવી દઈશ’ ઈલોન મસ્કે Apple ને આપી ધમકી

iPhone 16 ના કેમેરા ડિઝાઇનમાં ફેરફાર જોવા મળી છે. નવા આઈ ફોનમાં ડાયગોનલ એરેન્જમેન્ટને બદલે કેપ્સ્યુલ પ્રકારની ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

iPhone 16 બેઝ મોડલની કિંમત $799, મતલબ કે 66,300 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. iPhone 16 Plusની કિંમત $899 એટલે કે 74,600 રૂપિયા હોઈ શકે છે. પ્રો મોડલ વિશે વાત કરીએ તો, કંપની iPhone 16 Proને $1,099માં લોન્ચ કરી શકે છે, જેની ભારતીય ચલણમાં કિંમત રૂ.91,200 રૂપિયા થાય છે. iPhone 16 Pro Max ફોનને $1,199 એટલે કે રૂ.99,500 રૂપિયામાં લોન્ચ કરવામાં આવી શકે છે.

Show More

Related Articles

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…