આમચી મુંબઈ

વરસાદમાં પાણીનાં ઝડપી નિકાલ માટે સુધરાઈ વધુ પંપ બેસાડશે

મુંબઈ: ચુનાભટ્ટી રેલવે પરિસર, શેલ કોલોની, હિંદમાતા પરિસરમાં જેવા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી જમા થઈને પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થાય નહીં તે માટે વરસાદી પાણીનો નિકાલ કરનારા પંપની સંખ્યા વધારાશે. એટલુંં જ નહીં પણ આ પંપથી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે તે સંબંધી માહિતી માટે આઈઓટી ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે, જેમાં પંપમાં લાગેલા સેન્સરની માહિતી ડિઝાસ્ટર મેનેજમેન્ટને મળતી રહેશે અને તેને કારણે પંપ ચાલે છે કે નહીં અને તેની ક્ષમતા વધ-ઘટ કરવા સંબંધી માહિતી સમયસર મળતી રહેશે અને તે મુજબ ઉપાયયોજના અમલમાં મુકાશે.

ગયા વર્ષે ચોમાસામાં ભારે વરસાદ દરમ્યાન હાર્બર લાઈનમાં ચુનાભટ્ટી રેલવે સ્ટેશન પર પાણી ભરાઈ જવાને કારણે હાર્બર લાઈન લાઈન ઠપ થઈ ગઈ હતી. આ વર્ષે તેનું પુનરાવર્તન થાય નહીં તે માટે ચુનાભટ્ટી સ્ટેશન પરિસરમાં પંપની સંખ્યા વધારવામાં આવવાની છે. એ સાથે જ લોકલ સેવાને અસર થાય નહીં માટે રેલવે પ્રશાસનની સાથે જ પાલિકાના અધિકારીઓ હાઈડ્રોલિક સર્વેક્ષણ કરીને પાણીનો નિકાલ કરવા માટે ઉપાયયોજના અમલમાં મૂકવાનો નિર્દેશ પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે આપ્યો હતો. શુક્રવારે ચોમાસાના કામના ભાગ તરીકે નીચાણવાળા વિસ્તારમાં જયાં પાણી ભરાઈ જતા હોય છે તે સ્થળે શું ઉપાયયોજના અમલમાં મૂકી છે તેનું શુક્રવારે તેમણે ઈન્સ્પેકશન કર્યું હતું.

નીચાણવાળા વિસ્તારોના ઈન્સ્પેકશન બાદ અભિજિત બાંગરે કહ્યું હતું કે ચુનાભટ્ટી સહિત માનખુર્દ મહારાષ્ટ્રનગરના સબવેમાં ચોમાસાના પાણી ભરાય નહીં અને ટેંભી પૂલ પરિસરમાં ચોમાસાના પાણી ભરાય નહીં તેમાટે તેમ જ હિંદમાતા પરિસરમાં પંપિગ સેન્ટરનું યોગ્ય રીતે સંચાલન થાય નહીં માટે ખાસ કાળજી લેવાની રહેશે. આ વિસ્તારોમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે વધારાના પંપ બેસાડવામાં આવશે. તેમ જ વરસાદી પાણીનો નિકાલ કરનારા પંપોને આઈઓટી (ઈન્ટરનેટ ઓફ થિંગ્સ) તત્વ પર આધારિત ટેક્નોલોજી સાથે જોડનારા સેન્સર બેસાડાશે. આ સેન્સરની માહિતી ડિઝાસ્ટર મેનેજમેન્ટે સમયસર મળશે અને તેને કારણે પંપ ચાલુ છે કે નહીં તે સમયસર માહિતી ઉપલબ્ધ થશે અને તે મુજબ અહીં વરસાદી પાણી જમા થઈને પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થતા રોકી શકાશે.

આ પણ વાંચો: મુુંબઈના પીવાનાં પાણીની સમસ્યાનો તોડ: ગારગાઈ ડેમને મળી પર્યાવરણ મંજૂરી

માનખુર્દ સબવે પાસે મિનિ પંપિગ સ્ટેશન બનશે

માનખુર્દ મહારાષ્ટ્રનગર સબવે નીચાણવાળા વિસ્તારમાં હોવાથી દર વર્ષે ચોમાસામાં અહીં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા હોય છે. નીચાણવાળો વિસ્તાર હોવાથી પાણી અન્ય જગ્યાએ વાળવું શક્ય નથી. ફકત ઉપાયયોજના અમલમાં મૂકીને ચોમાસાનું પાણી ભરાવવાનું પ્રમાણ ઘટાડી શકાય છે. તે માટે રેલવે હદમાં મિનિ પંપિંગ સ્ટેશન બનાવવાનું પ્રસ્તાવિત છે. તેની સાથે પૂરતી ક્ષમતા સાથેની સ્ટોરેજ ટેન્કર અને કલાકના ત્રણ હજાર ક્યુબિક મીટર ક્ષમતાના ત્રણ-ત્રણ પંપ બેસાડવાના કામનો સમાવેશ થાય છે. આ કામની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. સબવેમાં ભરાતા વરસાદી પાણી પશ્ર્ચિમ દિશામાં ૮૦૦ મીટર અંતર પર પાઈપલાઈનના માધ્યમથી ખાડીમાં છોડવાની પણ યોજના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button