ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન સુધા મૂર્તિ રાજ્યસભા માટે નોમિનેટ, મોદીએ કર્યું ટ્વિટ
નવી દિલ્હી: ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની અને પ્રખ્યાત લેખિકા સુધા મૂર્તિને રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તેણે જ 1981માં ઈન્ફોસિસના લોન્ચિંગ વખતે પોતાના પતિ એનઆર નારાયણમૂર્તિને 10,000 પિયાની લોન આપી હતી. સુધાએ ટીવી શોમાં જણાવ્યું હતું કે તે સમયે તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા અને પૈસાની તંગી હતી.
કોણ છે સુધા મૂર્તિ?
સુધા મૂર્તિ એક ભારતીય શિક્ષક અને લેખિકા છે. આ સિવાય તે ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન પણ છે. તેણે ઇન્ફોસીસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. 2006માં, મૂર્તિને ભારત સરકાર દ્વારા તેમના સામાજિક કાર્ય માટે, પદ્મશ્રી, ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
તેમનો જન્મ 19 ઑગસ્ટ 1950ના રોજ ઉત્તર કર્ણાટકના શિગાંવમાં થયો હતો. સુધાના પિતાનું નામ આરએચ કુલકર્ણી અને માતાનું નામ વિમલા કુલકર્ણી છે. તેમણે કોલેજ ઓફ એન્જિનિયરિગ એન્ડ ટેક્નોલોજી, હુબલીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિગમાં સ્નાતક થયા.
સુધા 150 વિદ્યાર્થીઓમાંથી એન્જિનિયરિગ કોલેજમાં પ્રવેશ મેળવનારી પ્રથમ મહિલા હતી. જ્યારે તેણી વર્ગમાં પ્રથમ આવી, ત્યારે કર્ણાટકના મુખ્ય પ્રધાને તેણીને મેડલ આપીને સન્માનિત કર્યા. બાદમાં તેણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી.
સુધા મૂર્તિ ઔદ્યોગિક જગતમાં એક મોટું અને આદરણીય નામ છે. તે એક શક્તિશાળી પરિવારથી છે, તેમ છતાં લોકો સુધા મૂર્તિની સાદગીથી વધુ પ્રભાવિત છે. અવારનવાર તેમની ઇનસ્પાઇરિગ સ્ટોરીઝ અને જીવન જીવવાની કળા શીખવતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમાંથી દરેકે પ્રેરણા લેવી જોઈએ.
સુધા મૂર્તિએ આઠ નવલકથાઓ લખી છે. તે ભારતની સૌથી મોટી ઓટો મેન્યુફેક્ચરિગ એન્જિનિયરિગ અને લોકોમોટિવ કંપની ટેલકોમાં કામ કરનાર પ્રથમ મહિલા એન્જિનિયર પણ છે. ઉ