આમચી મુંબઈટોપ ન્યૂઝ
ઇન્ડિગોની ફલાઈટનું એન્જિન થયું ફેલ, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ…

મુંબઈઃ દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગોની ફલાઈટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. ફલાઈટના એન્જિનમાં ખામી સર્જાતા લેન્ડિંગ કરવું પડ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફ્લાઈટે ઉડાન ભર્યા બાદ રાત્રે 9.25 કલાકે એટીસીને ઈમરજન્સીની સૂચના આપી હતી. જે બાદ 9.42 કલાકે સુરક્ષિત લેન્ડિંગ કરાવાયું હતું. વિમાનના સુરક્ષિત લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પાછલા મહિને અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. તાજેતરમાં આવેલા તપાસના રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના ફ્યુલ સ્વીચ રન ન થવાને કારણે સર્જાઈ હતી. આ દુર્ઘટના બાદ પણ ઘણી ફ્લાઈટને ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યાના ઘટનાઓ સામે આવી હતી.