મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી! લેન્ડિંગ કરતી વખતે ઈન્ડિગો વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો...
આમચી મુંબઈ

મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી! લેન્ડિંગ કરતી વખતે ઈન્ડિગો વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો…

મુંબઈ: મુંબઈ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ઘટના ટળી ગયા છે. બેંગકોકથી મુંબઈ આવી રહેલી ઈન્ડિગોનું એક વિમાન રનવે પર લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થતા માંડ બચી ગઈ હતું. વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાઈ ગયો હતો.

જોકે, સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ છે અને વિમાનમાં સવાર લગભગ 300 લોકોના જીવ બચી ગયા છે. આ સમગ્ર ઘટનામાં નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.

વિમાનમાં પાછળનો ભાગ લેન્ડિંગ કરતી વખતે રનવે સાથે અથડાયો
આ સમગ્ર મામલે ઇન્ડિગો એરલાયન્સના પ્રવક્તાએ કહ્યું કે, શનિવારે સવારે લગભગ 3:06 વાગ્યે બેંગકોકથી મુંબઈ આવી રહેલી ફ્લાઇટ 6E 1060 રનવે 27 પર લેન્ડ થઈ હતી, પરંતુ A321 એરબસ પ્લેનનો પાછળનો ભાગ લેન્ડિંગ કરતી વખતે રનવે સાથે અથડાઈ ગયો હતો.

એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વરસાદ અને પવનને કારણે પ્લેન ધ્રુજી ઉઠ્યું હતું. અકસ્માતમાં કોઈપણ મુસાફરો અને ક્રૂ મેમ્બરને ઈજા થઈ હોવાના કોઈ સમાચાર નથી.

14 ફ્લાઇટ્સને એરપોર્ટની આસપાસ ફરવું પડ્યું હતુંઃ અધિકારી
ઇન્ડિગોના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, વિમાનને હવે ઉડાન ભરવાથી રોકી દેવામાં આવ્યું છે. હવામાન સાફ થયા પછી અને ટેકનિકલ તપાસ પછી જ વિમાનને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવશે. મુંબઈ શહેરમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછી 14 ફ્લાઇટ્સને એરપોર્ટની આસપાસ ફરવું પડ્યું હતું.

પરંતુ કોઈ પણ વિમાન ઉતરી શક્યું નહીં. બધાને બીજા એરપોર્ટ પર વાળવામાં આવ્યા હતા. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ઇન્ડિગો એરબસ A321 ની તપાસનો આદેશ આપ્યો છે, જેથી આ વિમાન બોઇંગ વિમાનની જેમ અકસ્માતનું કારણ ન બનતું હોય છે.

આ પણ વાંચો…મુંબઈ જતા એક વિમાનમાં આવી ટેકનિકલ ખામી! પાયલોટે બચાવ્યો 48 લોકોનો જીવ…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button