આમચી મુંબઈ

પાલિકાની ચૂંટણીની જાહેરાત થાણેવાસીઓને શિંદે સરકારની મોટી ભેટ

થાણેમાં ભારતનો સૌથી ઊંચો વ્યૂઈંગ ટાવર અને ઍમ્યુઝમેન્ટ પાર્ક બનશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે મહાનગરપાલિકા પર ફરી કબજો કરવા આતુર શિંદે-શિવસેનાની સરકારે થાણેવાસીઓ માટે સોમવારે જુદી જુદી લોભામણી જાહેરાત કરી હતી, જેમાં થાણે ખાડી કિનારે ૫૦ એકરમાં ભારતનો સૌથી ઊંચો ટાવર ઊભો કરવામાં આવવાનો છે. આ ટાવર ૨૬૦ મીટરના ઊંચો હશે. એ સિવાય ૨૫ એકરમાં ટાઉન પાર્ક, મત્સ્યાલય , સાયન્સ સેન્ટર, એમ્યુઝમેન્ટ પાર્ક, એડવન્ચર પાર્ક, બર્ડ પાર્ક સહિત મ્યુઝિકલ કૉર્ન્સ્ટ સેન્ટર વગેરે જુદા જુદા પ્રોજેક્ટની પણ જાહેરાત કરવામાં આવી હતી.

પેરિસના એફિલ ટાવર (૩૦૦ મીટર ઊંચો)ની માફક જ થાણેમાં કાસારવડવલી ક્રીક પાસે ૨૬૦ મીટર ઊંચો ટાવર અને ક્ધવેન્શન સેન્ટર ઊભું કરવામાં આવવાનું હોવાની જાહેરાત સોમવારે નાયબ મુખ્ય પ્રધાને કરી હતી. એ સિવાય કોલશેતમાં ૨૫ એકરમાં ટાઉન પાર્ક ઊભો કરવામાં આવવાનો છે, જે બિલ્ડ-ઓપરેટ અને ટ્રાન્સફર ધોરણ પણ બનાવવામાં આવશે. તેમ જ આગ્રી કોળી મ્યુઝિયમ, સાયન્સ સેન્ટર, એક્વેરિયમ અને સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ પણ ઊભું કરવામાં આવવાનું છે.

કોલશેતમાં ૨૫ એકર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય દરજ્જાનું સ્નો પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક અને એડવન્ચર પાર્ક ઊભો કરવામાં આવવાનો છે. કોલશેતમાં ૧૨.૫ એકર જગ્યામાં રાજ્ય સરકાર બર્ડ મ્યુઝિયમ બનાવવા માટે ૧૦ કરોડ રૂપિયાનું ભંડોળ આપવાની છે. થાણે પાલિકા દ્વારા મીરા-ભાઈંદર મહાપાલિકાની સીમાને લાગીને સંજય ગાંધી નેશનલ પાર્કને જોડીને ૧૮.૪ કિલોમીટર લંબાઈનો આનંદવન લીલો પટ્ટો વિકસિત કરવામાં આવવાનો છે. તેથી થાણે જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓને અત્યાધુનિક દરજ્જાની સેવા-સુવિધા ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો…પાલિકાની ચૂંટણી પહેલા યુતિ સરકારની મોટી લ્હાણી

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button