હવે દરિયાના મોજાથી પણ વીજળી ઉત્પન્ન થશે, જાણો સમગ્ર યોજના?

મુંબઈ: વીજળીની વધતી જતી માંગને પહોંચી વળવા અને દરેક સ્ત્રોતનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે દેશમાં પહેલીવાર દરિયાના મોજામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. કેન્દ્ર સરકારની માલિકીની ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડ (બીપીસીએલ) એ આ માટે મોટી પહેલ કરી છે.
આ અંતર્ગત ઈઝરાયલની કંપની સાથે મળીને મુંબઈમાં પહેલો પાયલોટ પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. આ માટે બીપીસીએલ ટૂંક સમયમાં ઈઝરાયલની ઈકો વેવ પાવર સાથે એમઓયુ સાઈન કરશે. આના દ્વારા મુંબઈના દરિયાકાંઠે દરિયાના મોજામાંથી ૧૦૦ કિલોવોટ વીજળી ઉત્પન્ન કરવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: કચરામાંથી વીજળીનું ઉત્પાદન કરવા માટે પાલિકાએ હાથ ધર્યો માસ્ટર પ્લાન
તેલ અવીવ, ઇઝરાયલમાં મુખ્ય મથક, ઇકો વેવ પાવરે ઇઝરાયલ, જીબ્રાલ્ટર અને પોર્ટુગલમાં ૫ થી ૨૦ મેગાવોટ સુધીના વેબ એનર્જી પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક કાર્યરત કર્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે આ જ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મુંબઈમાં એક પાયલોટ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવશે. જો કે, જ્યારે બીપીસીએલના જનસંપર્ક વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.