આમચી મુંબઈમહારાષ્ટ્ર

જો તમે ભગવાન રામનું અપમાન કર્યું તો…હિંદુ ધર્મ માટે મરી જઇશ : સુપરસ્ટાર પવન કલ્યાણે જુઓ શું કહ્યું…

મુંબઈ: સાઉથના સુપરસ્ટાર તેમ જ હાલ આંધ્રપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે હાલમાં જ હિંદુત્વ અને સાંપ્રદાયિકતા વિશે એક ખૂબ જ તીખું ભાષણ આપ્યું હતું જેની ચર્ચા ફક્ત દક્ષિણ ભારતના મીડિયામાં જ નહીં, પરંતુ આખા ભારતમાં થઇ રહી છે. તેમણે સાંપ્રદાયિકતા અને હિંદુત્વ વિશે થઇ રહેલી ચર્ચા વિશે વાત કરતા જણાવ્યું હતું કે હું એક કટ્ટર હિંદુ છું અને મને આ કહેવામાં કોઇ જ સંકોચ નથી. હું એક કટ્ટર સનાતની હિંદુ છું. હું મારા જીવન અને મારી રાજકીય સત્તા, નાયબ મુખ્ય પ્રધાનના પદ સહિત બધું જ ત્યાગવા માટે તૈયાર છું. હું જ્યારે 21 વર્ષનો હતો ત્યારે મેં આ પ્રતિજ્ઞા લીધી હતી આ જ તિરુપતિ બાલાજીના મંદિરમાં, કે હું સનાતન હિંદુ સંસ્કૃતિનું પાલન કરીશ.

આ પણ વાંચો :તિરુપતિ મંદિરમાં પ્રાયશ્ચિત મુદ્દે ટ્રોલ થઇ રહ્યા છે ડે. સીએમ પવન કલ્યાણ

આજે બધા જ કહેવાતા બિન-સાંપ્રદાયિક લોકો હિંદુ ધર્મ, સનાતન ધર્મની મજાક ઉડાવે છે, સનાતન ધર્મ વિશે એલફેલ બોલે છે. આજે ભારતની ધરતી પર બધા જ હિંદુઓ આ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. જો મારી ધરતી પર મારા ધર્મનું અનુસરણ કરવું એ તમને પાપ લાગતું હોય તો હું તમને કહેવા માગું છું કે હું એક કટ્ટર સનાતની હિંદુ છું અને મને એ વાતનો કોઇ સંકોચ નથી. હું ઇસ્લામનું સન્માન કરું છું, હું શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ ધર્મનું સન્માન કરું છું, પરંતુ હું એક સનાતની હિંદુ છું.

તેમણે હિંદુ ધર્મ માટે પોતે જીવ દેવા તૈયાર હોવાનું જણાવતા કહ્યું હતું કે સનાતન ધર્મ માટે હું મારો જીવ આપી દેવા પ્રતિબદ્ધ છું. જો મારે મારું જીવન, રાજકીય સત્તા, નાયબ મુખ્ય પ્રધાન તરીકેનું પદ જવા દેવાની જરૂર પડશે, તો હું એ માટે પણ તૈયાર છું. તમે ભગવાન રામનું સન્માન નથી કરી રહ્યા. તમે ભગવાન રામ વિશે બોલવાની હિંમત જરાય નહીં કરતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત