ભારતીય નૌકાદળની તાકાતમાં વધારોઃ સ્વદેશી યુદ્ધ જહાજ આઇએનએસ માહે જોડાયું

મુંબઇઃ ભારતીય નૌકાદળે આજે પ્રથમ સ્વદેશી એન્ટી-સબમરીન યુદ્ધ જહાજ આઇએનએસ માહેને તેના કાફલામાં સામેલ કર્યું છે. આ માહે ક્લાસનું પ્રથમ એન્ટી-સબમરીન વોરફેર શેલો-વોટર (જહાજ) છે.
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આઇએનએસ માહેની કમિશનિંગ સેરેમનીમાં મુખ્ય અતિથિ હતા. આ સમારોહ છીછરા પાણીના સ્વદેશી લડાકૂ વિમાનોની નવી પેઢીનું પ્રદર્શન કરે છે, જે ચપળ, તેજ અને સંપૂર્ણપણે ભારતીય છે.
આપણ વાચો: ભારતીય નૌકાદળે પકડેલા નવ ચાંચિયાને યલોગેટ પોલીસને હવાલે કરાયા
આ તકે જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે આઇએનએસ માહેનું કમિશનિંગ માત્ર દેશની દરિયાઇ યુદ્ધ વ્યવસ્થામાં એક શક્તિશાળી નવા પ્લેટફોર્મને સામેલ કરવાનું પ્રતીક જ નહીં, પરંતુ તે સ્વદેશી ટેક્નોલોજીના ઉપયોગ સાથે જટિલ લડાયક જહાજોની ડિઝાઇન, નિર્માણ અને તહેનાત કરવાની ભારતની દરિયાઇ ક્ષમતાને પણ મજબૂત બનાવે છે.
તેમણે જણાવ્યું કે આઇએનએસ માહેનો કાફલામાં સમાવેશ થવાથી ભારતીય નૌકાદળની તાકાતમાં નોંધપાત્ર વધારો થયો છે. આ કમિશનિંગથી ભારતીય નૌકાદળની સમુદ્ર નજીક પ્રભુત્વ સ્થાપિત કરવાની ક્ષમતા, દરિયાઇકાંઠાની સુરક્ષા ગ્રીડને મજબૂત કરવા અને દેશના વિશાળ દરિયાઇ ક્ષેત્રમાં ભારતના દરિયાઇ હિતોનું રક્ષણ કરવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.
એક અધિકારીએ જણાવ્યું કે આ પહેલી વાર હતું જ્યારે કોઇ સેના પ્રમુખ નૌકાળદના જહાનના કમિશનિંગ સમયે હાજર રહ્યા હતા.



