સરકાર દ્વારા આ વર્ષે વોટરમેલન સીડ્સની આયાત મંજૂરી પર બંદી...
આમચી મુંબઈ

સરકાર દ્વારા આ વર્ષે વોટરમેલન સીડ્સની આયાત મંજૂરી પર બંદી…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ
: ભારત સરકારે સંગઠિત ખેડૂત મંડળીના હિતોનેે ધ્યાનમાં રાખીને તરબૂચ કે કલિંગરના બીજની આયાતની મંજૂરી આ વર્ષે મોકૂફ રાખી છે. રાજસ્થાન સ્થિત ભારતીય કિસાન સંઘની અપીલ ધ્યાનમાં રાખીને કલિંગરના ખેડૂતોના હિતોની રક્ષા કરવા માટે સરકારે ચાલુ વર્ષ માટે તર્બૂજના બીજોના આયાત ન ખોલવાના નક્કી કર્યો છે.

આ નિર્ણય રાજસ્થાન અને ગુજરાત જેવા મુખ્ય કૃષિ રાજ્યોમાં ચોમાસાની સ્થિતિમાં સુધારાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે અને તેનો ઉદ્દેશ્ય સ્થાનિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. પરંપરાગત રીતે, સરકાર દર વર્ષે માર્ચ મહિનામાં ઓપન જનરલ લાઇસન્સ (ઓજીએલ) અથવા ક્વોટા સિસ્ટમ દ્વારા તરબૂજના બીજોના આયાતની મંજૂરી આપે છે.

જોકે, ગયા વર્ષમાં હદથી વધારે પ્રમાણમાં આયાત થઇ હતી, જે પાછલા પાંચ વર્ષોની સરેરાશથી પણ બમણી રહી હોવાથી કેન્દ્રિાય કૃષિ મંત્રાલયે, વાણિજ્ય મંત્રાલયને માત્ર ૧૦,૦૦૦ મેટ્રિક ટન (એમટી)નો ક્વોટા સૂચવ્યો હતો. આ બાદ, વાણિજ્ય અને કૃષિ મંત્રાલયોના અધિકારીઓ અને ખેડૂત સંસ્થાઓના પ્રતિનિધિઓએ સંયુક્ત બેઠકમાં ચર્ચા કર્યા બાદ સર્વસમતિથી આ વર્ષ માટે તરબૂચના બીજોની આયાત ના ખોલવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત એજન્સીઓને ખાસ કરીને નેપાળ જેવા સીમા પારના માર્ગો મારફત બીજની ગેરકાયદે થતી આયાત અટકાવવા સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.
Back to top button