બળાત્કારપીડિત સગીરાને ગર્ભપાત માટે હાઈ કોર્ટે મંજૂરી આપી નહીં, જાણો કેમ?
મુંબઈ: સગીર વય ધરાવતી બળાત્કારની પીડિતાને ગર્ભપાત કરાવવા માટે બોમ્બે હાઈ કોર્ટે નકારી દીધું હતું. 28 અઠવાડિયાંનો ગર્ભપાત કરતા સમયે જીવંત બાળક જન્મ થવાની શક્યતા હોવાનો અહેવાલ ડોક્ટરોએ આપ્યો છે. ગર્ભપાતને મંજૂરી આપી શકાય એમ નથી, એવું કોર્ટે જણાવ્યું હતું.
ગર્ભપાતને મંજૂરી આપવી, એવી માગણી કરનારી અરજી પીડિતની માતાએ કરી હતી. ન્યાયાધીશ પ્રકાશ નાઈક અને ન્યાયાધીશ એન. આર. બોરકરની ખંડપીઠે આ માન્ય ન કરી. પીડિતાને પ્રસૂતિ પહેલાં અને બાદમાં જરૂરી તબીબી સારવાર આપવી, એવો આદેશ કોર્ટે રાજ્ય સરકારને આપ્યો હતો.
બનાવની વિગત મુજબ 21મી માર્ચે પીડિતાની તબીબી ટેસ્ટિંગ કરવામાં આવી હતી. પીડિતાને 28 અઠવાડિયાંનો ગર્ભ હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું હતું. પીડિતાની વય 15 વર્ષની છે. બળાત્કાર થયો ત્યારે સગીરા માનસિક તણાવમાં હતી.
ગર્ભપાત કરવાનો તેને અધિકાર છે. માટે કોર્ટે મંજૂરી આપવી, એવી માગણી અરજીમાં કરવામાં આવી હતી. જોકે મનોધૈર્ય યોજના અંતર્ગત નુકસાન ભરપાઈ આપવામાં આવે, એવી માગણી અરજીમાં કરવામાં આવી હતી. આ માગણીને કોર્ટે માન્ય કરી હતી.