ડિજીટલ કે ઈ-ગોલ્ડ ખરીદતા હોવ તો સાવધાન, સેબીએ આપી મોટી ચેતવણી…

મુંબઈ : જો તેમ ડિજીટલ અને ઈ-ગોલ્ડ ખરીદવાની વિચારી રહ્યા છો તો ચેતજો.કારણ કે આ અંગે સિક્યુરીટી એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા( સેબી) એ રોકાણકારોને ચેતવણી આપી છે. સેબીએ જણાવ્યું છે કે ડિજીટલ ગોલ્ડ અથવા ઈ ગોલ્ડ એ સેબી દ્વારા નિયંત્રિત નથી. તેમજ તેના રોકાણ કરવામાં ખતરો રહેલો છે.
આ પ્રકારની પ્રોડકટ સેબીના નિયમનના દાયરાના નથી
આ અંગે સેબીએ સ્પષ્ટતા કરી છે કે, અમને જાણકારી મળી છે કે અનેક ઓનલાઈન પ્લેટફોર્મ રોકાણકારોને ડિજીટલ ગોલ્ડ અથવા ઈ- ગોલ્ડ પ્રોડક્ટ ઓફર કરે છે. જેમાં રોકાણ માટે આકર્ષક ઓફર આપે છે. જેમાં એવી લાલચ આપવામાં આવી રહી છે કે સોનામાં 10 રૂપિયા કે 100 રૂપિયાથી પણ રોકાણ કરી શકાય છે. પરંતુ આ પ્રકારની પ્રોડકટ સેબીના નિયમનના દાયરાના નથી તેમજ તેને કોઈપણ પ્રોડકટ કે સિક્યુરિટી તરીકે માન્યતા પણ આપવામાં નથી આવી.
રોકાણકારો માટે ઓપરેશનલ જોખમ
સેબીએ સ્પષ્ટ કર્યું છે કે, ડિજીટલ ગોલ્ડ પ્રોડકટ સંપૂર્ણ રીતે સેબીના નિયમનની બહાર કામ કરી રહી છે. જેમાં રોકાણકારો ઓપરેશનલ રિસ્ક અથવા તો કાઉન્ટર પાર્ટી જોખમનો શિકાર બની શકે છે. એટલે ક જો કંપની નુકસાન કરે છે તો પ્લેટફોર્મ બંધ થઈ શકે છે. તેમજ રોકાણકારના નાણા ફસાઈ શકે છે. આમાં રોકાણમાં કોઈ સુરક્ષા વિકલ્પ નહી મળે.
કંપનીઓ દ્વારા ડિજીટલ ગોલ્ડ ખરીદીના ઓપ્શન
હાલમાં તનિષ્ક, એમએમટીસી- પેમ્પ , ફોન-પે, આદિત્ય બિરલા કેપીટલ, કેરેટલેન, જોય લુક્કાસ વગેરે કંપનીઓ પોતાના પ્લેટફોર્મ પર ડિજીટલ ગોલ્ડ ખરીદીના ઓપ્શન આપે છે. જેમાં તનિષ્ક ડિજીટલ ગોલ્ડને પારદર્શી અને વિશ્વસનીય રોકાણ ગણાવે છે. જેમાં ગ્રાહક 24 કેરેટ સોનું ઓનલાઈન ખરીદી શકે છે.
રોકાણકારોને ઈન્વેસ્ટર પ્રોટેકસન સ્કીમનો લાભ નહી મળે
જોકે, તેમ છતાં સેબીએ સ્પષ્ટ કર્યું છે કે આમા રોકાણ કરવાથી રોકાણકારોને ઈન્વેસ્ટર પ્રોટેકસન સ્કીમનો લાભ નહી મળે. તેમજ રોકાણકારો સોનામાં રોકાણ કરવા ઈચ્છતા હોય તો નિયમન હેઠળ આવતી પ્રોડકટ ગોલ્ડ ઈટીએફ, ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રીસીટ, અથવા તો ટ્રેડેડ ગોલ્ડ ડેરીવેટીવ્સમાં રોકાણ કરે. આ બધા સેબીના નિયમન હેઠળ આવે છે.
આ પણ વાંચો…ભારતનું ગોલ્ડ રિઝર્વ પ્રથમ વાર 100 બિલીયન ડોલરને પાર , જાણો કારણ …



