2047 ભારત વિશ્વમાં આ સ્થાને હશે…વડા પ્રધાને મુંબઈમાં કરી મોટી ભવિષ્યવાણી
મુંબઈ: લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાન પૂર્વે મુંબઈમાં રોડ શૉ કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લાં દસ વર્ષમાં ભારતમાં થયેલા વિકાસ તેમ જ ભવિષ્યમાં ભારતના વિકાસ માટેની યોજના અંગે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે છેલ્લાં દસ વર્ષમાં આખા વિશ્ર્વમાં ભારતનું કદ વધ્યું છે. એ પહેલા ભારત હતાષાની ગર્તામાં ડૂબેલો હતો. પોતાના સંકલ્પ વિશે જણાવતા મોદીએ કહ્યું હતું કે આપણે વિશ્ર્વની ત્રીજા વર્ષની અર્થવ્યવસ્થા બનીશું અને 2047 સુધીમાં ભારતનું નામ વિકસિત રાષ્ટ્રોની હરોળમાં આવી જશે. આજે સાતમા કે આઠમા ધોરણના વિદ્યાર્થીને પણ ખબર છે કે જી-20 શું છે.
આ પણ વાંચો : PM Modi Maharashtra Visit: આગામી બે દિવસ મુંબઈના અમુક વિસ્તારોમાં ભૂલથી પણ ના કરતાં આ હરકત નહીંતર…
પોતાની વધતી લોકપ્રિયતા વિશે વાત કરતા મોદીએ જણાવ્યું હતું કે આ તો જનતા જનાર્દનના આશીર્વાદ છે. જનતા પોતાના વિવેકનો, બુદ્ધીનો ઉપયોગ કરે છે અને સારી રીતે જાણે છે કે સારું શું છે અને ખરાબ શું છે. ભારતના નાગરિકોના રગમાં લોકશાહી છે અને તે બોલે ઓછું છે પણ સારી રીતે યોગ્ય શું છે તેની પરખ કરી જાણે છે.
જનતાનો સાથ મળતા પોતે ખૂબ પ્રસન્નતા અનુભવે છે તેમ કહેતા મોદીએ જણાવ્યું હતું કે ભારતની જનતો બધું પરખીને જ ચીજ વસ્તુઓનો ફેંસલો કરે છે. જ્યારે જનતાનો સાથે મળે છે ત્યારે મને ખૂબ જ પ્રસન્નતા થાય છે અને મારી કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થાય છે.