આમચી મુંબઈસ્પોર્ટસ

IND vs AUS: રોહિત-વિરાટ ફ્લોપ જતાં ચાહકો નિરાશ; સોશિયલ મીડિયામાં પર મિમ્સ શેર થયા

મુંબઈ: આજે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની ODI સિરીઝની શરૂઆત થઇ, પર્થના ક્રિકેટ સ્ટેડીયમમાં મેચ રમાઈ રહી છે. ભારતના ક્રિકેટ ચાહકો આ મેચની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતાં, કેમ કે ભારતના સ્ટાર બેટર્સ વિરાટ કોહલી અને રોહિત શર્મા માર્ચ બાદ પહેલી વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમબેક કરી રહ્યા હતાં. વહેલા ઉઠીને ચાહકો મેચ જોવા સ્ક્રિન સામે ગોઠવાઈ ગયા હતાં, પરંતુ તેમને નિરાશા હાથ લાગી.

સાત મહિના બાદ વિરાટ અને રોહિતને બેટિંગ કરતા જોવા ચાહકો ઉત્સુક હતાં. શરૂઆતની ઓવરોમાં જ ચાહકોનો ઉત્સાહ ઓસરી ગયો. રોહિત માત્ર આઠ રન બનાવીને આઉટ થયો, હેઝલવુડે તેને શિકાર બનાવ્યો. જ્યારે વિરાટ કોહલી ફરી એકવાર મિશેલ સ્ટાર્ના બોલ પર આઉટ થયો. વિરાટ આઠ બોલ રમ્યો પણ પોતાનું ખાતું ન ખોલાવી શક્યો.

બંને દિગ્ગજ ખેલાડીઓ ઝડપથી આઉટ થઇ જતાં ચાહકો નિરાશ થયા છે, સોશિયલ મીડિયા પર મીમ્સ દ્વારા ચાહકો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું “ઓસ્ટ્રેલિયા સામે રો-કોની બેટિંગ જોવા માટે સવારે વહેલા ઉઠી ગયો, અને બંને 30 મિનિટમાં કુલ 10 રન બનાવ્યા વિના આઉટ થઈ ગયા. દરમિયાન, ઓસ્ટ્રેલિયન ચાહકો ખુશીથી કહી રહ્યા છે, ‘દિવાળીની બેસ્ટ ફિફ્ટ.’”

અન્ય એક યુઝરે દિવાળીની રજાઓમાં મેચ જોવા માટે વહેલા ઉઠેલા લોકો મજાક ઉડાવી.

https://twitter.com/swatic12/status/1979786256466002037

એક યુઝરે વિરાટ-રોહિતના ICC વર્લ્ડ કપ 2027 રમવાના સપના પર કટાક્ષ કરતા સલમાન ખાન, સંજય દત્ત અને જેકી શ્રોફ ડાન્સ કરતા હોય એવો વિડીયો પોસ્ટ કર્યો. તેણે લખ્યું “હમ 2027 કા WC ખલેંગે” દરમિયાન સ્ટાર્ક, હેઝલવુડ, મિશેલ માર્શ.

એક યુઝરે પોસ્ટ કરી એ તરફ ઈશારો કર્યો કે હેડ કોચ ગૌતમ ગંભીર ઈચ્છે છે કે રોહિત-વિરાટ જલ્દી નિવૃત્તિ જાહેર કરે.

https://twitter.com/InsideHindustan/status/1979766368007602638

એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું, “તાજેતરના અહેવાલો અનુસાર, ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા મેચના કેટલાક AI દ્વારા જનરેટેડ વીડિયો પાકિસ્તાનીઓ દ્વારા પ્રસારિત કરવામાં આવી રહ્યા છે જેમાં રોહિત અને વિરાટ આઉટ થતા દેખાય છે.”

https://twitter.com/secondsavv/status/1979764893181174053

એક યુઝરે ICC ચેર પર્સન જાય શાહનો બેટિંગ કરતો વિડીયો શેર કરી લખ્યું, વિરાટ કોહલીએ જય શાહ પાસેથી શીખવું જોઈએ કે વાઇડ ઑફ-સ્ટમ્પ બોલ કેવી રીતે રમવો

https://twitter.com/jaiswal_00/status/1979764753355640854

આપણ વાંચો:  મહાલક્ષ્મી મંદિર સુશોભીકરણ પ્રોજેક્ટની ડેડલાઈન માર્ચ, ૨૦૨૬

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button