આમચી મુંબઈમહારાષ્ટ્ર
સુધરાઈની ૨૧ નવી સ્કૂલ ઈમારતનું લોકાર્પણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગની ૨૧ નવી સ્કૂલ ઈમારતનું મંગળવાર પાંચ ડિસેમ્બરના રાજ્યપાલના હસ્તે લોકાર્પણ થવાનું છે. આ નવી સ્કૂલ ઈમારતમાં શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓને વધુ ભૌતિક સુવિધા ઉપલબ્ધ થવાની છે.
પાલિકાના શિક્ષણ વિભાગ તરફથી મુંબઈના પૂર્વ, પશ્ર્ચિમ અને શહેર એમ ત્રણ વિસ્તારમાં પુન:બાંધકામ કરીને ઊભી કરવામાં આવેલી ૨૧ સ્કૂલ બિલ્િંડગનું લોકાર્પણ મંગળવારે કરવામાં આવવાનું છે.
મુંબઈ મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગ તરફથી આઠ માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. પાલિકાની કુલ ૧,૧૪૬ સ્કૂલમાં ત્રણ લાખ ૪૭ હજાર વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે. પાલિકાએ ૨૧ નવી સ્કૂલની બિલ્ડિંગ તૈયાર કરી છે, જેમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. બિલ્ડિંગનું બાંધકામ અત્યંત ઉત્તમ દરજ્જાનું હોઈ તે પાછળ લગભગ ૨૫૪ કરોડ રૂપિયાનો ખર્ચ પાલિકાએ કર્યો છે.