આમચી મુંબઈમહારાષ્ટ્ર

રાજ્યમાં HIVનું સૌથી વધુ જોખમ મુંબઈ જીલ્લામાં, દર્દીઓ સારવાર છોડી રહ્યા છે: સર્વેમાં તારણ

મુંબઈની HIV/AIDS નિયંત્રણ સંસ્થાએ શહેરમાં એક સર્વે હાથ ધર્યો હતો. સંસ્થાએ આ વાયરસના સંક્રમણના વ્યક્તિગત કેસ ઉપરાંત પ્રભાવિત પરિવારો અંગેના આંકડા એકત્રિત કરવા કવાયત હાથ ધરી હતી. સર્વેના પરિણામમાં નોંધપાત્ર ઘટસ્ફોટ થયો શહેરમાં 6,000 જેટલા પરિવારો વાયરસથી પ્રભાવિત છે, જેમાં 29% યુગલો સારવાર લઇ રહ્યા નથી.

2022-2023માં મહારાષ્ટ્રમાં 42 લાખ વ્યક્તિઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 14,346 વ્યક્તિઓ HIV પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું, આમ પોઝીટીવીટી રેટ 0.34% રહ્યો હતો. મુંબઈ જીલ્લામાં 0.7% ના પોઝીટીવીટી રેટ સાથે 3,116 કેસ નોંધાયા હતા, જે રાજ્યની સરેરાશ બમણો છે, મુંબઈ રાજ્યનો HIVનું સૌથી વધુ જોખમ ધરાવતો જિલ્લો છે. અગાઉના નાણાકીય વર્ષ 2020-21માં, મુંબઈમાં 0.9 ટકાનો પોઝીટીવીટી રેટ હતો જ્યારે રાજ્યનો દર 0.37 ટકા હતો. આમ પોઝીટીવીટી રેટમાં ઘટડો હોવા મળ્યો છે.

મુંબઈ ડિસ્ટ્રિક્ટ્સ એઈડ્સ કંટ્રોલ સોસાયટી (MDACS)એ સર્વેને મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો, કારણ કે આ ડેટા સાથે તેઓ પરંપરાગત વ્યક્તિગત-કેન્દ્રિત અભિગમથી આગળ વધીને કુટુંબ-કેન્દ્રિત સ્ટ્રેટેજી અંગે કામ કરી શકાશે. શહેરમાં લગભગ 40,000 લોકો એચઆઇવી સારવાર હેઠળ છે, જેમાં 2022-23માં 3,000 થી વધુ નવા કેસ ઉમેરાયા છે.

MDACS ના અધિકારી એ જણાવ્યું હતું કે, પ્રથમ વખત અમારી પાસે માત્ર વ્યક્તિઓની સંખ્યા જ નહીં, પરંતુ આ રોગ સામે ઝઝૂમી રહેલા પરિવારોની સંખ્યાની પણ માહિતી છે. સર્વે અન્ય રસપ્રદ તારણો પણ દર્શાવે છે. છેલ્લા છ મહિનાના ગાળામાં 74%  યુગલોએ લીધી ન હતી. સર્વે મુજબ જો એક સાથીદાર સારવાર બંધ કરે, તો અન્ય સાથીદાર છ મહિનાની અંદર સારવાર બંધ કરે છે. તે દર્શાવે છે કે સારવારમાં કુટુંબ મહત્વનો ભાગ ભજવે છે. સર્વેના તારણોએ આધારે MDACS ને તેના ક્લિનિક્સમાં ‘ફેમિલી સેન્ટ્રિક કેર’ની જાહેરાત કરી છે.

હાલના દર્દીઓને સારવારની પ્રક્રિયાનું પાલન કરાવવું મહત્વપૂર્ણ પડકાર છે. મહારાષ્ટ્ર સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી (MSACS) એ 18,321 વ્યક્તિઓને ઓળખી કાઢ્યા છે જેમણે સારવારમાં છોડી દીધી છે અને તેઓ સારવાર કાર્યક્રમમાં પાછા ફરે તેની ખાતરી કરવા માટે પોલીસને સામેલ કરવાની વિચારણા ચાલી રહી છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે સારવાર માટે 50 કિમીની અંદર મફત બસ મુસાફરીની જાહેરાત કરવા છતાં, સારવાર છોડવાનો દર ઊંચો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button