આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

પુણેમાં મોટો અકસ્માત, ફૂટપાથ પર સૂતેલા 9 લોકોને ડમ્પરે કચડ્યા, 3ના મોત

પુણે: મહારાષ્ટ્રના પુણેથી એક મોટી દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. અહીં એક ડમ્પરે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય કેટલાક ઘાયલ હોવાનું કહેવાય છે.
મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘાયલ થયેલા લોકોમાંથી ત્રણની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ આ ઘટના પુણેના વાઘોલીના કેસનંદ ફાટામાં સવારે 1 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતનો ભોગ બનેલા તમામ મજૂરો હતા અને ફૂટપાથ પર સૂતા હતા. તે સમયે એક ઝડપી ડમ્પરે અનેક લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 9 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ડમ્પર ચાલક નશાની હાલતમાં હતો. ઘાયલોને સારવાર માટે સાસૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Also Read – વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે પર ડ્રાઈવરને રોકવા યુવક ટેક્સીના કેરિયર પર બેસી ગયો, જુઓ વાયરલ વીડિયો

કામદારો રવિવારે (22 ડિસેમ્બર) રાત્રે જ કામ માટે અમરાવતીથી પુણે આવ્યા હતા. અકસ્માત સમયે ફૂટપાથ પર કુલ 12 લોકો સૂતા હતા. બાકીના લોકો ફૂટપાથની બાજુના ઝૂંપડામાં સૂતા હતા. આ દરમિયાન ભારે ડમ્પર સીધું ફૂટપાથ પર ચઢી ગયું હતું અને નિંદ્રાધીન લોકોને કચડીને આગળ નીકળી ગયું હતું.
હાલમાં પોલીસે ડમ્પરના ચાલકની અટકાયત કરી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button