આમચી મુંબઈમહારાષ્ટ્ર
નવી મુંબઈમાં રૂ. 55 લાખના ડ્રગ્સ સાથે બે જણ પકડાયા

થાણે: નવી મુંબઈ પોલીસના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) રૂ. 55 લાખની કિંમતનું ડ્રગ્સ પકડી પાડીને રોટો આર્ટિસ્ટ સહિત બે જણની ધરપકડ કરી હતી.
એએનસીના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે શનિવારે રાતના પનવેલમાં પાપડીચાપાડા ગામ નજીક છટકું ગોઠવીને બંને આરોપીને પકડી પાડ્યા હતા.
બંને જણની તલાશી લેવામાં આવતાં તેમની પાસેથી 1.85 કિલોગ્રામ ચરસ મળી આવ્યું હતું. એમ એએનસીના સિનિયર ઇન્સ્પેક્ટર નીરજ ચૌધરીએ જણાવ્યું હતું.
બંને આરોપી મુંબઈના રહેવાસી હોઇ એક રોટો આર્ટિસ્ટ છે, જ્યારે બીજો મહાનગર ગેસ લિમિટેડ (એમજીએલ)માં મીટર રીડર તરીકે કામ કરે છે. બંને જણ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ આ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કોને વેચવા માટે પનવેલમાં આવ્યા હતા, તેની તપાસ કરવામાં આવી રહી છે.
(પીટીઆઇ)