Mumbai Localમાં ફરી યુવતીએ કરી આવી હરકત કે… વીડિયો થયો વાઈરલ

મુંબઈ લોકલ એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને દરરોજ કરોડો પ્રવાસીઓ આ લોકલ ટ્રેનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરે છે, પરંતુ આ લોકલ ટ્રેનમાં જ હાલમાં કંઈક એવું બન્યું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને કારણે નેટિઝન્સ પણ રોષે ભરાયા છે. એટલું જ નહીં પણ રેલવેએ પણ આ વીડિયોને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે.
વાઈરલ થઈ રહેલી વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મુંબઈ લોકમાં એક યુવતી ભોજપૂરી ગીત પર અશ્લીલ ડાન્સ કરી રહી છે. આ વીડિયોને કારણે યુવતી સાથે પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓ પણ અસહજ થઈ ગયા હતા. ડાન્સનો વીડિયો શૂટ થઈ રહ્યો હતો ત્યારે પ્રવાસીઓએ મોઢા ઢાંકી લીધા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થતાં જ ઈન્ટરનેટ યુઝર્સ રોષે ભરાયા હતા અને રેલવે દ્વારા આ યુવતી સામે કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે. હવે રેલવે દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે.
આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને વ્યુ, લાઈક્સ અને કમેન્ટ્સને કારણે લોકો આજે કોઈ પણ લેવલ પર જઈ રહ્યા છે. યુવતીના આ અશ્લીલ ડાન્ય બાદ તેની સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી હતી. રેલવેએ હવે આ આખા કેસમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. રેલવે દ્વારા આ પ્રકરણમાં તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રેલવે દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું છે કે મુંબઈ રેલવે પોલીસ કમિશ્નરે મધ્ય રેલવેના સુરક્ષા વિભાગને તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આ સાથે સાથે જ યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા છે. આ પ્રકરણમાં ઈન્ટરનેટ યુઝર્સ દ્વારા પણ પ્રતિક્રિયા આપી છે અને અનેક લોકોએ આ વીડિયો જોઈને ગુસ્સો વ્યક્ત કર્યો છે.
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા રેલવે પાસેથી આ યુવતી સામે કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી રહી છે. પરંતુ રેલવે દ્વારા હંમેશા જેવો જ જવાબ સાંભળીને જ નેટિઝન્સ વધુ રોષે ભરાયા હતા. કેટલાક યુઝર્સ દ્વારા ઉપહાસાત્મક પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે રેલવેએ હવે ટિકિટ પર એન્ટરટેઈન્ટમેન્ટ ફ્રી આપવાની નવી સ્કીમ શરૂ કરી છે.