ભાજપશાસિત મહારાષ્ટ્રમાં ગુજરાત ભાજપના ધારાસભ્યને જ ગુજરાતીમાં બોર્ડ રાખવા મામલે ધમકી

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ સતત વધી રહ્યો છે. જે લોકોને મરાઠી ના આવડતી હોય તેવા લોકોને રસ્તા વચ્ચે મારવામાં આવ્યાં હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. હવે એક ધારાસભ્યને ધમકી મળી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ભાજપના એક ધારાસભ્યે પોતાના ઓફિસનું બોર્ડ ગુજરાતી ભાષામાં લખીને લગાવ્યું છે. જેથી આ મામલે કેટલાક લોકો ધમકી આપી ગયાં હતા. કચ્છમાં આવેલા રાપર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યને મહારાષ્ટ્ર નવનિર્ણાણ સેનાના કાર્યકર્તાઓએ ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે.
બોર્ડ તો મરાઠી ભાષામાં જ રાખવા પડશે: MNSના કાર્યકર્તાઓ
મૂળ વાત એ છે કે, રાપરના ધારાસભ્યે નવી મુંબઈમાં પોતાની એક ઓફિસ ખોલી છે. જેનું બોર્ડ ગુજરાતી ભાષામાં રાખ્યું હતું. કારણ કે, ત્યા રહેતા કચ્છી લોકોને મદદ મળી રહે! પરંતુ મહારાષ્ટ્ર નવનિર્ણાણ સેનાના કાર્યકર્તાઓએ ધમકી આપી છે કે, આ બોર્ડ મરાઠી ભાષામાં લખવાની ધમકી આપી છે. જેના માટે 24 કલોકનો સમય પણ આપ્યો હતો. આ બાબતે ધારાસભ્યનું કહેવું છે કે, ત્યાં મુંબઈમાં જે કચ્છી લોકો રહે છે તેમને મદદ મળી રહે તે માટે આ ઓફિસ ખોલવામાં આવી છે. હવે તેમને માત્ર ગુજરાતી ભાષા જ આવડે છે તેવામાં મરાઠી ભાષામાં બોર્ડ કેવી રીતે રાખવું? મરાઠી લોકો માત્ર ગુજરાતી લોકોને ટાર્ગેટ કરી રહ્યાં હોવાનો પણ તેમને આરોપ લગાવ્યો છે.
હવે તો ભાજપના જ ધારાસભ્યને આવી ધમકીઓ મળવા લાગી
હવે પ્રશ્ન એ છે કે, મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે, તેવામાં ભાજપના જ ધારાસભ્યને આવી ધમકીઓ મળી રહી છે. તો પછી સામાન્ય લોકોની હાલત કેવી હશે? તેનો અંદાજ લગાવી શકાય છે. આખરે શા માટે આ મામલે મહારાષ્ટ્રની સરકાર કોઈ નકર કાર્યવાહી નથી કરી રહી? પહેલા સામાન્ય લોકોને પરેશાન કરવામાં આવી રહ્યાં હતા હવે આ રાજકીય ગુંડાઓ રાજનેતા સુધી પણ ધમકીઓ આપવા લાગ્યાં છે. હવે આ કેસમાં પોલીસ અને સરકાર કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું! બાકી મહારાષ્ટ્રમાં ભાષાનો વિવાદ પોતાના હદ વટાવી રહ્યો છે. તેમ છતાં ત્યાંની રાજ્ય સરકાર માત્ર આશ્વાસન આપી રહી છે! હજી સુધી આવા કોઈ પણ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી નથી!
આ પણ વાંચો…‘અઝાન પણ મરાઠીમાં થવી જોઈએ’ નિતેશ રાણેએ ભાષા વિવાદની આગમાં ઘી હોમ્યું