અમદાવાદઆમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે મહારાષ્ટ્રમાં આવી મહત્ત્વની અપડેટ, ઈ10 સિરીઝની ટ્રેન દોડાવાશે

મુંબઈઃ મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડાવનારી બુલેટ ટ્રેનના પ્રસ્તાવિત પ્રકલ્પ માટે સરકાર-તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનના પ્રકલ્પ માટેની દરિયામાં નિર્માણ થનારી ટનલના પહેલા તબક્કાનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું છે. બુલેટ ટ્રેનની યોજના અન્વયે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) અને થાણેની વચ્ચે દરિયામાં 21 કિલોમીટરની લાંબી ટનલ નિર્માણનું મહત્ત્વપૂર્ણ કામ પૂરું કર્યું છે, જ્યારે તેને ઓપન કરવામાં આવી હતી. પ્રસ્તાવિત કોરિડોર માટે જાપાનની ઈ-10 સિરીઝ (હાઈ સ્પીડ)ની ટ્રેન દોડાવવામાં આવશે.

310 કિલોમીટર લાંબા વાયડક્ટનું નિર્માણ કાર્ય સંપન્ન

પ્રસ્તાવિત કોરિડોર માટે ભારત અને જાપાન વચ્ચેની ઈ10 શિન્કાનસેન ટ્રેનનો ઉપયોગ કરવામાં આવશે. 310 કિલોમીટર લાંબા વાયડક્ટનું નિર્માણ કાર્ય સંપન્ન કરવામાં આવ્યું છે, જેમાં ટ્રેક બેસાડવાની સાથે ઓવરહેડ વાયર, રેલવે સ્ટેશન અને પુલ નિર્માણ કાર્ય પણ ઝડપથી ચાલી રહ્યું છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે કામકાજ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે અને એની સાથે ઓપરેશનલ કામગીરી પણ ઝડપથી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: BKC-શિળફાટા વચ્ચે 2.7 KM ટનલ તૈયાર…

Next-Gen E10 એકસાથે ભારત-જાપાનમાં દોડાવાશે

રોલિંગ સ્ટોક અંગેની વાત કરીએ તો જાપાનમાં અત્યારે રેલવે લાઈનના નેટવર્ક શિન્કાન્સેનની તમામ ઈ5 ટ્રેન દોડાવવામાં આવી રહી છે, જ્યારે આગામી મોડલ Next-Gen E10 છે. જાપાન અને ભારત વચ્ચે મહત્ત્વપૂર્ણ સમજૂતી-કરાર પણ કરવામાં આવ્યા છે, જે અન્વયે જાપાનની સરકારે મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડાવનારી બુલેટ ટ્રેનની યોજના માટે ઈ-10 શિન્કાનસેન ટ્રેન આપવાની સહમતી વ્યક્ત કરી હતી અને આ ટ્રેન આવવાની સાથે ભારત અને જાપાનમાં એકસાથે દોડાવવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

કોરિડોરને જાપાની શિન્કાનસેન ટેક્નિકથી વિકસિત કરાશે

508 કિલોમીટરના કોરિડોરને જાપાની શિન્કાનસેન ટેક્નિકથી વિકસિત કરવામાં આવશે, જ્યારે તેની સ્પીડ, સુરક્ષા માટે ઉપયોગ કરવામાં આવશે. બુલેટ ટ્રેનના કોરિડોરનું કામકાજ હાલમાં ઝડપી ગતિએ ચાલી રહ્યું છે, જેમાં 310 કિલોમીટર લાંબા પુલનું પણ નિર્માણ કાર્ય પણ ઝડપથી ચાલી રહ્યું છે. પંદર નદી પરના પુલનું કામકાજ પૂર્ણ થયું છે, જ્યારે ચારનું કામ અત્યારે અંતિમ તબક્કામાં છે. એના સિવાય 12 સ્ટેશનમાંથી પાંચ બની ગયા છે અને ત્રણ કામ ચાલુ છે. હાલના તબક્કે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત બીકેસી સ્ટેશન એન્જિનિયરિંગ ક્ષેત્રે શ્રેષ્ઠ સ્ટેશન સાબિત થશે. ગ્રાઉન્ડ લેવલથી બીકેસી સ્ટેશન 32.5 મીટર નીચે હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »
Back to top button