આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે માટે આવ્યા મહત્ત્વના સમાચાર, અવરોધો થયા દૂર

પુણેઃ મુંબઈ-પુણે એક્સ્પ્રેસ વે નજીકની જમીન નહીં મળતા અને બીજા અનેક કારણોને લીધે બંધ થયેલા રસ્તાઓ (મિસિંગ લિન્ક)નું કામ શરૂ કરવામાં આવતી તમામ અડચણો દૂર થઈ છે, તેનાથી પ્રશાસનને મહત્ત્વવની કામગીરી ઝડપથી પાર પાડી શકાશે. હવે આ સંબંધમાં પુણે પાલિકા પ્રશાસન દ્વારા મહત્ત્વના કામકાજને હાથ ધરવામાં આવ્યા છે. આ કામના પહેલા તબક્કામાં 33 મુખ્ય અને ટૂંકા અંતરવાળા રસ્તાઓનું કામ શરૂ કરવામાં આવશે. આ સાત રસ્તાઓ માટે જરૂરી જમીનને હસ્તગત કરી ચાર રસ્તાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને બાકીના ત્રણ રસ્તા માટે જરૂરી ભંડોળ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મુંબઈ-પુણે એક્સ્પ્રેસ વે પર રસ્તાઓનું કામ શરૂ કરી 50,100 મીટરથી અઢી કિલોમીટર સુધીના રસ્તાઓ બંધવામાં આવશે. આ રસ્તાઓનું કામ રખડી પડવાને કારણે વાહનચાલકોએ લાંબા અંતરનો પ્રવાસ કરવો પડે છે. આ રસ્તાઓનું કામ ઝડપથી શરૂ કરવા માટે કોર્પોરેશન દ્વારા પ્રોજેક્ટ પ્લાન તૈયાર કરવા કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. રસ્તાઓ માટે ડેવલપમેન્ટ પ્લાન અને પ્રાદેશિક યોજનાને ધ્યાનમાં રાખીને કન્સલ્ટિંગ કંપનીએ મુખ્ય શહેરની સાથે મહાપાલિકા હેઠળ આવતા દરેક ગામોનો સર્વે કરી મહાનગરપાલિકા સામે રિપોર્ટ રજૂ કર્યો હતો.

મહાનગરપાલિકા સામે રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં આ પ્રોજેકટની શરૂઆતમાં ટૂંકા રસ્તાઓ બંધવામાં આવશે. આ રસ્તાઓ માટે ઈન્ટરનલ 33 રસ્તા પસંદ કરવામાં આવ્યા છે. 20 મીટરથી 300 મીટર લાંબા રસ્તાઓનું કામ શરૂ કરી અહીંની જગ્યાઓ તાબામાં લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પુણે મહાપાલિકાના અધિકારીએ બુધવારે મિસિંગ લિન્કના કામનો સર્વે કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

મિસિંગ લિન્ક પ્રોજેકટ માટે મહત્વની સાત જગ્યાઓ મહાપાલિકાએ પોતાના તાબામાં લઈ લીધી છે. આ સાત રસ્તો મહાપાલિકાના તાબામાં આવતા મુંબઈ-પુણે એક્સ્પ્રેસ વે સાથે રસ્તાઓને જોડવાનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. મિસિંગ લિન્ક માટે ચાર સ્થળે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને બાકીના ત્રણ જગ્યાએ ટૂંક સમયમાં કામ શરૂ થશે.
મિસિંગ લિન્ક રોડ હેઠળ કોદ્રે ફાર્મ થી પ્રયેજા શહેર-નરવીર તાનાજી માલુસરે રોડ, નવલે પુલ અને ભૂમકર ચોક, 2350 એરપોર્ટ રોડથી વિમાનનગર, સિમ્બાયોસિસ થી વિમાનનગર, કાલેપડલથી રવિ પાર્ક, હ્યુમ ફેક્ટરીથી સિંહગઢ રોડ, વિમાનનગર સર્વે નં. 233નો રોડ આ રસ્તાઓનું કામ હાથ ધરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…