કાંદાના વેપારીઓની આજે મહત્ત્વની બેઠક
150 કરોડનું ટર્નઓવર થયું ઠપ: છેલ્લા છ દિવસથી લિલામી બંધ
નાશિક: જિલ્લા વેપારી એસોસિયેશને 20મી સપ્ટેમ્બરથી વિવિધ માગણી કરીને લિલામીમાં સહભાગી ન થવાનો નિર્ણય લીધો છે. જોકે શુક્રવારે મહત્ત્વની બેઠક પાર પડ્યા બાદ જ લિલામી અંગેની રણનીતિ ઘડવામાં આવશે, એવું એસોસિયેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં ગણેશચતુર્થીની રજાના દિવસથી 6 દિવસ કામકાજ બંધ છે. પરિણામે 9 લાખ ક્વિન્ટલની આવક થઇ છે અને રૂ. 150 કરોડનું ટર્નઓવર ઠપ થઇ ગયું છે. એક તરફ વેપારીઓ પોતાની માગણીઓ પર અડગ છે. માર્કેટિંગ પ્રધાન અબ્દુલ સત્તારની હાજરીમાં આ સંબંધની મીટિંગ થવાની છે.
કાંદા પરની 40 ટકા નિકાસ ફી હટાવવી, નાફેડ અને એનસીસીએફના કાંદા બંધ કરવા અને જિલ્લા વેપારી એસોસિયેશન તરફથી બંધ કરવામાં આવેલી કાંદાની લિલામીના વિષયે રણનીતિ નક્કી કરવા માટે રાજ્ય કાંદા ઉત્પાદક ખેડૂત સંગઠનના પદાધિકારી અને ખેડૂતોની સોમવારે બેઠક બોલાવવામાં આવી હતી.