આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય, હવે શાળામાં હશે Happy Saturday

મુંબઈઃ રાજ્યના શાળેય શિક્ષણ મંડળ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા હેપ્પી સેટરડે (Happy Saturday)નો નવો ઉપક્રમ લાગુ કરવામાં આવશે. આચારસંહિતા બાદ હવે ઉપક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આગામી નવા શૈક્ષણિક વર્ષ (New Education Year) આ ઉપક્રમની અમલબજાવણી કરવામાં આવશે.

મળી રહેલી માહિતી પ્રમાણે હેપ્પી સેટરડે ઉપક્રમ પહેલાંથી દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે લાગુ કરવામાં આવશે અને આ ઉપક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ શનિવારના દિવસે નોટ, પાઠ્યપુસ્તક, દફ્તર લીધા વિના શાળાએ જ આવવાનું રહેશે. આ દિવસે વિદ્યાર્થીઓએ ખેતી, રમતગમત, કળા, ટેક્નોલોજી, સાયન્સ જેવા વિષયોના પ્રેક્ટિકલ્સ શિખવવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓને મેદાનમાં લઈ જવામાં આવશે.

વિદ્યાર્થીઓને તાણ મુક્ત કરવા માટે સરકાર દ્વારા આ નવો ઉપક્રમ લાગુ કરવામાં આવ્યો છે. હાલમાં વિદ્યાર્થીઓ અને યુવાનો મોબાઈલમાં વ્યસ્ટ હોય છે અને એમાંથી વિદ્યાર્થીઓને બહાર લાવીને મેદાન તરફ લઈ જવાનો ઉદ્દેશ હોવાનું પણ સંબંધિત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Pune porsche accident: આરોપી શાળામાં પણ વિદ્યાર્થીઓને બુલી કરતો, દાદાનું છે છોટા રાજન કનેક્શન

આ પહેલાં રાજ્યના ચોથા ધોરણ સુધીના વર્ગોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ અનુસાર હવે તમામ માધ્યમના ચોથા ધોરણ સુધીના વર્ગો 9 વાગ્યે શરૂ કરવામાં આવશે. રાજ્યપાલ દ્વારા પણ શાળાનો સમય બદલાવવાની ભલામણ કરવામાં આવી હતી. બાળકોની ઊંઘ પૂરી ન થતી હોવાને કારણે આ સમય બદલાવવાની યોજના બનાવવાની આવી છે.

જોકે, પ્રિ-પ્રાઈમરી અને પ્રાઈમરી સ્કૂલના ક્લાસ નવ વાગ્યા બાદ શરૂ કરવાના સરકારના નિર્ણયનો સ્કુલ બસ માલિકો દ્વારા વિરોઝ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વિના જ આ નિર્ણયને અમલમાં મૂકવામાં આવ્યો હોવાને કારણે આ નિયમનો અમલ કરતી વખતે સમસ્યા થશે, એવો મત સ્કૂલ બસ માલિકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. આ નિર્ણય પર જો સરકાર દ્વારા ફેરવિચારણા ના કરવામાં આવે અને માલિકને ફરજ પાડવામાં આવશે તો સ્કૂલ બસના ભાડામાં 25થી 40 ટકાનો વધારો કરવામાં આવશે, એવો ઈશારો પણ આપ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર પતિ સાથે નહીં, આ સ્પેશિયલ પર્સન સાથે રહે છે ઈટાલીનાં PM Giorgia Meloni… હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન