સાગરી સુરક્ષા પોલીસ દળના પદ માટે તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરાશે: નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસ | મુંબઈ સમાચાર

સાગરી સુરક્ષા પોલીસ દળના પદ માટે તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરાશે: નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસ

મુંબઈ: રાજ્ય પોલીસ દળમાં સાગરી સુરક્ષા માટેની જગ્યાઓ ટેકનિકલ છે. ડાયરેક્ટ સર્વિસ ક્વોટાની કુલ 162 જગ્યાઓમાંથી 50 ટકા એટલે કે 81 જગ્યાઓ ભરવામાં આવી રહી છે અને અન્ય જગ્યાઓ રોસ્ટર વેરિફિકેશન બાદ ભરવામાં આવશે એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં જણાવ્યું હતું.

સબ-ઇન્સ્પેક્ટર ઑફ પોલીસ (સેક્ધડ ક્લાસ માસ્ટર) ગ્રુપ-બી (નોન-ગેઝેટેડ) અને સબ-ઈન્સ્પેક્ટર ઑફ પોલીસ (ફર્સ્ટ ક્લાસ એન્જિન ડ્રાઈવર) ગ્રુપ-બી (નોન-ગેઝેટેડ) દરિયાઈ સુરક્ષા માટે સ્પીડ બોટ ચલાવવા માટેની ટેકનિકલ જગ્યાઓ છે. રાજ્યમાં આ જગ્યાઓ ભરવામાં ન આવે ત્યાં સુધી તેમના મહત્વને ધ્યાનમાં રાખીને, ભારતીય નૌકાદળ, ભારતીય કોસ્ટ ગાર્ડમાંથી નિવૃત્ત અધિકારીઓની 11 મહિના માટે કરાર આધારિત ભરતી કરવામાં આવી છે અને આનાથી કોઈપણ અધિકારીના પ્રમોશન પર પ્રતિકૂળ અસર થશે નહીં, એવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી.

Back to top button