ગેરકાયદે હોર્ડિંગ્સ: પગલાં નહીં લેવાય તો મહાપાલિકા અધિકારીઓની પૂછપરછ થશે

મુંબઈ: ગેરકાયદેસર હોર્ડિંગની ફરિયાદો મળ્યાના 15 દિવસની અંદર કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેમની સામે વિભાગીય તપાસના આદેશ આપવામાં આવશે એવી ચેતવણી બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા અને નગર પરિષદને આપી છે.
ગેરકાયદેસર હોર્ડિંગને રોકવા માટે કરવામાં આવેલી ભલામણોમાં આ હોર્ડિંગ્સ પર કાર્યવાહી નહીં કરનારા અધિકારીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવશે, તેમની પાસે ખાતાકીય તપાસ કરવામાં આવશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નહોતી. ન્યાયમૂર્તિ રેવતી મોહિતે-ડેરે અને ન્યાયમૂર્તિ સંદેશ પાટીલની ખંડપીઠે આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: ગેરકાયદે હોર્ડિંગ્સ અંગે જસ્ટિસ ઓકે ઠપકો આપ્યા બાદ પોલીસ ગુનો નોંધવા દોડી ગઇ…
અદાલતે એમ પણ કહ્યું હતું કે ગેરકાયદેસર બોર્ડિંગ સામે કાર્યવાહી ન કરનારા અધિકારીઓ સામે ચારથી આઠ અઠવાડિયાની અંદર ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે.
નોટિસના અહેવાલમાં ભલામણ કરવામાં આવી છે કે સંબંધિત મહાપાલિકાની જરૂરી પરવાનગી વિના રાજકીય પક્ષો અથવા પક્ષના સભ્યો દ્વારા કોઈ હોર્ડિંગ નહીં મૂકવામાં આવે. જોકે, રાજકીય પક્ષો દ્વારા જ મોટી સંખ્યામાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યા હોવાનું અદાલતે જણાવ્યું છે.