આમચી મુંબઈ
લોઅર પરેલમાં ગેરકાયદે બાંધકામનો સફાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ નક્કી કરેલી ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ)નું ઉલ્લંઘન કરીને ગેરકાયદે રીતે વધારાનું બાંધકામ કરવાના પ્રકરણમાં લોઅર પરેલમાં આવેલા બેનિફિસ બિઝનેસ હાઉસમાં રહેલા ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરી પાલિકાના જી-દક્ષિણ વોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં એક ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા, તો હજી બે ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનું કામ ચાલુ છે.
મુંબઈમાં ઊભા થઈ ગયેલા ગેરકાયદે બાંધકામ સામે પાલિકા દ્વારા આકરા પગલા લેવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત લોઅર પરેલમાં એન.એમ. જોશી રોડ પર આવેલા બેનિફિસ બિઝનેસ હાઉસમાં રહેલા બાંધકામ સામે જી-દક્ષિણ વોર્ડ દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે.