ભિવંડીમાં ગેરકાયદે ક્લિનિક ચલાવવા બદલ ચાર મહિલા સામે ગુનો…

થાણે: ભિવંડીમાં ગેરકાયદે ક્લિનિક ચલાવવા અને માન્ય લાઇસન્સ વિના લોકોને દવા આપવા બદલ ચાર મહિલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બોગસ ડૉક્ટરો સામે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન પાલિકાના અધિકારીઓ અને પોલીસ દ્વારા 8 ઑક્ટોબરે ગાયત્રીનગર અને ગાંધીનગર વિસ્તારમાં રેઇડ પાડવામાં આવી હતી.
ત્યાં પોલીસને ગેરકાયદે ક્લિનિક મળી આવી હતી, જ્યાં મહિલાઓ માન્ય લાઇસન્સ વિના દર્દીઓની સારવાર કરતી અને તેમને દવા લખી આપતી મળી આવી હતી.
આ પ્રકરણે ભિવંડી-નિઝામપુર પાલિકાના મેડિકલ ઓફિસર ડૉ. મોહંમદ શોએબ અન્સારીની ફરિયાદને આધારે સલમા બાનો જનુલ શેખ (40), નીલમ રતન ચૌરસિયા (39), નુસરત બાનો સુફિયાન ખાન (46) અને નસાદ બાનો મુમતાઝ અન્સારી (44) વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે ક્લિનિકમાંથી મોટા પ્રમાણમાં એલોપથીની દવાઓ, ઇન્જેક્શનો, ઉપકરણો તથા બોગસ ડિગ્રી સર્ટિફિકેટ જપ્ત કર્યાં હતાં. (પીટીઆઇ)
આ પણ વાંચો…થાણેમાં ક્લિનિક ચલાવતા બોગસ ડૉક્ટરની ધરપકડ