આઈઆઈટી બોમ્બેએ પણ તુર્કીનો કર્યો બહિષ્કાર: શું લીધો નિર્ણય?

મુંબઈઃ પહલગામ હુમલા પછી ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ઘર્ષણ ઊભું થયું છે, પરંતુ દુશ્મન દેશ પાકિસ્તાનને સપોર્ટ કરનારા દેશોનો બહિષ્કાર કરવાનું ચાલુ રહ્યું છે. દેશની ઘણી વેપારી સંસ્થાઓએ તુર્કી સાથેના પોતાના વેપાર રદ્દ કરવાની જાહેરાત કરી છે, ત્યારે મુંબઈની આઈઆઈટી સંસ્થા બોયકોટ-તુર્કી અભિયાનમાં જોડાઈ છે.
ભારતમાં તુર્કીનો વિરોધ જોરશોરમાં ચાલુ છે. બધા જ ક્ષેત્રોમાં ટર્કીના સામાનનો બહિષ્કાર કરવાંમાં આવી રહ્યો છે. ભારતમાં તુર્કીના માર્બલ અને સફરજનનો વ્યાપાર બંધ કરવાની ઘોષણા પછી દેશની ઘણી મોટી સંસ્થાઓએ તુર્કી સાથેના MoU સ્થગિત કર્યા છે. આ યાદીમાં બોમ્બે આઈઆઈટીનો સમાવેશ પણ થાય છે. આઈઆઈટી બોમ્બેએ પણ તુર્કીની યુનિવર્સિટીની સાથે પોતાની બધી વાટાઘાટો સ્થગિત કરેલ છે. આ નિર્ણય તુર્કી અને ભારત વચ્ચે થયેલ હાલના ભૂ -રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીંને લેવામાં આવેલ છે. સંસ્થાએ જણાવેલ છે કે આગલી સૂચના સુધી તુર્કી સાથે શૈક્ષણિક મદદ પર રોક રહેશે.
આઇઆઇટી બોમ્બેએ વિદ્યાર્થી અને ફેકલ્ટીને જણાવ્યું છે કે કોઈ પણ એક્સચેન્જ કે રિસર્ચ પ્રોગ્રામને લઇને અધિકારી સૂચના વગર આગળ વધવું નહીં. આની પહેલા આઈઆઈટી રૂડકી, JNU અને જામિયા મિલિયા ઇસ્લામિયા જેવી સંસ્થાઓએ પણ તુર્કી સાથેના સંબંધોમાં પૂર્ણવિરામ કર્યું છે .
આઇઆઇટી બોમ્બેના અધિકારીનું કહેવું છે કે આ નિર્ણય દેશની સુરક્ષાને પ્રાથમિકતા આપવાના ઉદ્દેશથી લેવામાં આવેલ છે. તુર્કી પર પાકિસ્તાનના સૈન્યને મદદ કરવાંના આરોપો છે, જેમાં ભારતનો મોટો વિરોધ છે. આ અભિયાનને “બોયકોટ તુર્કી”ના નામ પર પણ જોડી શકાય છે.