આમચી મુંબઈમહારાષ્ટ્ર

‘અટલ સેતુ’ પર આવું કંઈ કરવાના હો તો ચેતજોઃ આટલા લોકો સામે કાર્યવાહી

મુંબઈ: ‘અટલ સેતુ’ના ઉદ્ઘાટન પછી આ બ્રિજને જોવા-જાણવાની જિજ્ઞાસામાં વધારો થયો છે. અટલ સેતુ સેલ્ફી બ્રિજ બન્યો હોય તેમ લોકો બ્રિજની આસપાસ વાહન પાર્ક કરીને બ્રિજને જોવા ઉપડી જાય છે, પરંતુ જો કોઈ અખતરા કરવાના હોય તો ચેતી જજો, કારણ કે મુંબઈ ટ્રાફિક પોલીસ અખતરા કરનારા લોકોને દંડતા વિચાર કરશે નહીં, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

શિવડી-ન્વાશેવા અટલ સેતુને સામાન્ય લોકો માટે ખોલ્યા પછી રવિવારે રસ્તાના કિનારે વાહનો પાર્ક કરીને અને સેલ્ફી લેતા લોકોની સંખ્યામાં વધારો થયો. આ પ્રસંગે ટ્રાફિક પોલીસે અટલ સેતુ પર વાહનો પાર્ક કરીને અન્ય મુસાફરોના જીવને જોખમમાં મૂકતા ૨૬૪ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. આ ડ્રાઇવરોને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

શિવડી-ન્વાશેવા અટલ સેતુના ૧૦ કિમી ૪૦૦ મીટરના સ્ટ્રેચમાં ટ્રાફિક નિયમન માટે મુંબઈ પોલીસ જવાબદાર છે. બાકીના ૧૦ કિમી ૪૦૦ મીટરના સ્ટ્રેચનો હવાલો નવી મુંબઈ પોલીસ સંભાળે છે. મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે મુસાફરી કરતા મોટા ભાગના મુસાફરો માત્ર સેતુને જોવા માટે જ મુસાફરી કરી રહ્યા હતા.

આ સમયે ઘણા નાગરિકો સલામતી અને સ્વચ્છતાની કાળજી લેતા ન હતા. ઘણા નાગરિકો રસ્તાની એક બાજુએ તેમની કાર રોકીને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. પોલીસે અટલ સેતુ પર ચાલકોને વાહન ન રોકવાની વિનંતી પણ કરી હતી.

એના પછી પણ અનેક નાગરિકો પોતાના વાહનો રોડની બાજુમાં જ રોકી રહ્યા હત ત્યાર બાદ મુંબઈ ટ્રાફિક પોલીસે સાગરી સેતુ ખાતે ૧૨૦ વાહનચાલકો અને નવી મુંબઈ પોલીસે ૧૪૪ વાહન ચાલકો સામે મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૨૨ અને ૧૭૭ હેઠળ કાર્યવાહી કરી હતી. ડ્રાઇવરોને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે