આમચી મુંબઈમહારાષ્ટ્ર

Block Special: આજે મધરાતથી વહેલી સવારના ટ્રેનમાં ટ્રાવેલ કરવાના હોય તો વાંચી લો આ મહત્ત્વના ન્યૂઝ

મુંબઈઃ આજે અને આવતીકાલે મુંબઈ સબર્બન રેલવેમાં રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણા માટે વિશેષ બ્લોક હાથ ધરવામાં આવશે, તેથી પશ્ચિમ રેલવેમાં ટ્રાવેલ કરનારા પ્રવાસીઓ માટે તહેવારનો દિવસ હાલાકીભર્યો રહી શકે છે. પશ્ચિમ રેલવેમાં દસ કલાક અને મધ્ય રેલવેની મેઈન લાઈનમાં કોઈ બ્લોક રહેશે નહીં, પરંતુ આજે નાઈટ બ્લોક રહેશે.

પશ્ચિમ રેલવેમાં અત્યારે ગોરેગાંવ અને કાંદિવલી વચ્ચે છઠ્ઠી લાઇનનું કામ ચાલી રહ્યું હોવાથી દસ કલાકનો જમ્બો બ્લોક લેવામાં આવી રહ્યો છે. આજે ગણેશોત્સવના રાતના બાર વાગ્યાથી રવિવારે સવારે દસ વાગ્યા સુધી બ્લોક રહેશે. એટલે વહેલી સવારે પશ્ચિમ રેલવેમાં ટ્રાવેલ કરનારા પ્રવાસીઓ માટે સવાર મુશ્કેલીજનક રહી શકે છે.

લોંગ ડિસ્ટન્સમાં ટ્રાવેલ કરનારા પ્રવાસીઓએ ખાસ કરીને અન્ય વિકલ્પ પર ધ્યાન આપીને મુસાફરી કરે તો સારું રહી શકે છે. દસ કલાકના બ્લોક પછીના સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનો રાબેતા મુજબ દોડાવવામાં આવશે.
રાતના બાર વાગ્યાથી પશ્ચિમ રેલવેમાં બોરીવલીથી ગોરેગાંવ સુધીની અપ સ્લો લાઇનની તમામ લોકલ ટ્રેનોને અપ ફાસ્ટ લાઇન પર દોડાવવામાં આવશે.

આ ઉપરાંત, ડાઉન સ્લો રૂટ પરની તમામ ટ્રેનોને અંધેરીથી ડાઉન ફાસ્ટ લાઈનમાં ડાઈવર્ટ કરવામાં આવશે. એના સિવાય અમુક ટ્રેનોને ગોરેગાંવ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર સાત પર દોડાવવામાં આવશે, એમ પશ્ચિમ રેલવેની અખબારી યાદીમાં જણાવ્યું હતું.

આપણ વાંચો: હવે મુંબઈથી મહાકાલેશ્વર જવાનું બનશે સરળ, રેલવેએ મંજૂર કર્યો સૌથી ટૂંકા માગર્નો પ્રોજેક્ટ…

મધ્ય રેલવેમાં આજે સ્પેશિયલ નાઈટ બ્લોક

દરમિયાન મધ્ય રેલવેની મેઈન લાઈન સીએસએમટી-કલ્યાણ અને સીએસએમટી વચ્ચે કોઈ બ્લોક રહેશે નહીં. આમ છતાં આજે રાતના 12.30 વાગ્યાથી સવારના 4.30 વાગ્યા સુધી મસ્જિદ અને કુર્લા રેલવે સ્ટેશનની વચ્ચે અપ એન્ડ ડાઉન લાઈનમાં બ્લોક રહેશે.

રાતની 11.55 વાગ્યાની થાણે લોકલ રદ રહેશે, જ્યારે બ્લોક પછી સવારની 4.47 વાગ્યાની સીએસએમટીથી કર્જતની લોકલ રદ રહેશે. બ્લોક પહેલા રાતની 11.35 વાગ્યાની લાસ્ટ લોકલ કુર્લાથી રવાના કરવામાં આવશે. રાતના 12.14 વાગ્યાથી 4.24 વાગ્યાની સીએસએમટીથી ઉપડનારી તમામ ટ્રેનો વિદ્યાવિહારથી ડાઉન ફાસ્ટ લાઈનમાં ડાઈવર્ટ કરવામાં આવશે, જ્યારે રાતના 12.10 અને સવારના 4.24 વાગ્યાની ઘાટકોપરથી અપ સ્લો લાઈનની ટ્રેનો વિદ્યાવિહારથી સીએસએમટી વચ્ચે અપ ફાસ્ટ લાઈનમાં ડાઈવર્ટ કરવામાં આવશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત