WR AC લોકલમાં ટ્રાવેલ કરો છો તો વાંચો IMP ન્યૂઝ, આટલી ટ્રેનના સમયમાં ફેરફાર | મુંબઈ સમાચાર

WR AC લોકલમાં ટ્રાવેલ કરો છો તો વાંચો IMP ન્યૂઝ, આટલી ટ્રેનના સમયમાં ફેરફાર

મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં સૌથી પહેલી એર કન્ડિશન્ડ (એસી) લોકલ ટ્રેન શરુ કરવામાં આવ્યા પછી ટ્રેનની લોકપ્રિયતામાં વધારો થયો છે. એસી લોકલ ટ્રેનની લોકપ્રિયતામાં વધારા પછી નવી સર્વિસ વધારવામાં આવી હતી, જ્યારે આવતીકાલથી છ જેટલી એસી લોકલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

વિરારથી સવારની 8.01 વાગ્યાની વિરાર-ચર્ચગેટ લોકલ 7.55 વાગ્યે ચર્ચગેટ રવાના કરવામાં આવશે. વિરારથી સવારના 7.56 વાગ્યાની વિરાર-ચર્ચગેટ એસી લોકલ હવે વિરારથી 7.59 વાગ્યે રવાના કરવામાં આવશે. ચર્ચગેટથી સવારે 6.40 વાગ્યાની ચર્ચગેટ-વિરાર લોકલ સવારના 6.32 વાગ્યે રવાના કરવામાં આવશે.

ચર્ચગેટ-બોલીવલી લોકલ હવે સવારના 9.27 વાગ્યાના બદલે સવારના 9.19 વાગ્યે બોરીવલી રવાના કરવામાં આવશે. સવારની 9.19 વાગ્યાની ચર્ચગેટ-વિરાર એસી લોકલ હવે ચર્ચગેટથી સવારના 9.23 વાગ્યે રવાના થશે. ચર્ચગેટથી બોરીવલી એસી લોકલ હવે સવારના 9.24 વાગ્યાના બદલે 9.27 વાગ્યે રવાના થશે, એમ પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું.

સંબંધિત લેખો

Back to top button