આમચી મુંબઈમહારાષ્ટ્ર

કૉંગ્રેસના વોટનું વિભાજન થશે તો મહાયુતિના વોટ પણ…. સંજય રાઉતનો દાવો

શિવસેના-યુબીટી સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીના ત્રણેય ઉમેદવારો ચૂંટાઈ આવવાનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને લોકસભાના પરિણામોને ધ્યાનમાં રાખીને, ઘણા વિધાનસભ્યો મહાવિકાસ અઘાડી (MVA) તરફ ઝુકાવ કરી રહ્યા છે. તેથી જો કૉંગ્રેસના મતોનું વિભાજન થાય તો તેવી જ રીતે ભાજપ, શિંદે જૂથ, અજિત પવાર જૂથના મતોનું પણ વિભાજન થઇ શકે છે.

શું તેઓ કંઇ અલગ છે? ભલે તેમની પાસે સત્તા હોય કે પૈસા હોય, પણ જનતાનો અભિપ્રાય તો અમારા પક્ષમાં છે. ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, જયંત પાટીલ અને અમારા અન્ય સહયોગીઓ વિધાન પરિષદની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીના ઉમેદવારોને ચૂંટવા માટે સફળ પ્રયાસો કરી રહ્યા છે.

આ પણ વાંચો: કઠુઆ આતંકવાદી હુમલા અંગે સંજય રાઉતે ચિંતા વ્યક્ત કરી, સરકારને કર્યો આ સવાલ?

ભાજપ પાસે પોતાના તમામ ઉમેદવારોને ચૂંટવા માટે પૂરતા વોટ નથી. અજિત પવાર જૂથ અને શિંદે જૂથ પાસે પણ એટલા મત નથી. MVAએ ત્રણ ઉમેદવાર ઉભા રાખ્યા છે, જેમાં ખેડૂત મજૂર પાર્ટીના જયંત પાટીલ અને શિવસેનાના મિલિંદ નાર્વેકર છે. આ બંને ઉમેદવારો જીતાશે એવો વિશ્વાસ રાઉતે વ્યક્ત કર્યો હતો.

રાઉતે કહ્યું હતું કે જો કોંગ્રેસ વિભાજિત થઈ શકે છે તો ભાજપ, શિંદે જૂથ, અજિત પવાર જૂથના મતો વિભાજિત થઈ શકે છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button