આમચી મુંબઈમહારાષ્ટ્ર

IAS Pooja Khedkar: ૧૫,૦૦૦ ઉમેદવારોની ચકાસણીમાં ફક્ત પૂજા ખેડકર દોષી..

મુંબઈ: પૂજા ખેડકરનો વિવાદ વધુ ચર્ચાઇ રહ્યો છે ત્યારે આ પ્રકરણે એક પછી એક ખુલાસાઓ થઇ રહ્યા છે. આઇએએસ સેવામાં દાખલ થવા પહેલા જ અધિકારીઓનો મિજાજ, ત્યાર બાદ દસ્તાવેજોમાં ગોલમાલ એવા કારનામા સામે આવ્યા છે. વ્યવસ્થામાં રહેલી ખામીનો ગેરલાભ લઇને, દરેક નિયમોને અભરાઇએ ચઢાવીને પૂજા ખેડકર આઇએએસ થઇ, પણ ખોટો આધાર લઇને મેળવેલું યશ ટકતું નથી. તેણે હવે બધુ ગુમાવી દીધું છે.

યુપીએસસીએ તેનું આઇએએસનું પદ કાઢી લીધું અને દિલ્હી પોલીસ તેની ક્યારેય ધરપકડ કરી શકે એવી પરિસ્થિતિ છે. યુપીએસસી કોઇનું આઇએએસ પદ પાછું ખેંચી લે એ દુર્લભ વાત છે. ૨૦૦૯થી ૨૦૧૫ દરમિયાન તમામ દિવ્યાંગ પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવી જેમાં ૧૪,૯૯૯ ઉમેદવાર પાત્ર ઠર્યા હતા.

આ પણ વાંચો : પૂજા ખેડકરે જેનું સરનામું આપેલું એ કંપની સીલ

પૂજા ખેડકર પ્રકરણે યુપીએસસીએ ૨૦૦૯થી ૨૦૨૩ સુધી ૧૫ વર્ષમાં સીએસઇ માટે અંતિમ દરખાસ્ત કરનાર ૧૫,૦૦૦ ઉમેદવારની માહિતી તપાસી જેમાં પૂજા ખેડકર સિવાય કોઇએ પણ નિયમોનો ભંગ કર્યો હોય એવું જણાયું નહોતું.

પૂજા ખેડકરે પોતાનું વારંવાર નામ બદલ્યું. પૂજા દિલીપ ખેડકર, પૂજા દિલીપરાવ ખેડકર, પૂજા મનોરમા દિલીપ ખેડકર એમ વિવિધ નામે તેણે પરીક્ષાઓ આપી હતી. ઓબીસીથી નવ વખત પરીક્ષા આપ્યા બાદ પણ તેણે દિવ્યાંગ ક્વૉટાથી બે વખત પરીક્ષા આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button