આમચી મુંબઈમહારાષ્ટ્ર

તમે કામે લાગો, હું મહાયુતિમાં બળવાખોરો અને અસંતુષ્ટોને જોઈ લઈશ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહાયુતિના કોઈપણ ઉમેદવારને હારવા દેવા નથી માંગતા. હું અસંતુષ્ટ અથવા બળવાખોર બધાને જોઈ લઈશ, તમે મહાયુતિના પ્રચારના કામે લાગી જાઓ એવો સ્પષ્ટ આદેશ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે થાણે જિલ્લાના શિવસેનાના વરિષ્ઠ નગરસેવકોને આપ્યો હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

આને કારણે હવે મહારયુતિમાં બળવાખોર ઉમેદવારો માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેેએ આકરું વલણ અપનાવ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. બળવાખોરો પર કાર્યવાહીના સંકેત આપી દેવામાં આવ્યા છે.

વિધાનસભાની ચૂંટણીમાં ઘણાએ બળવો કરીને અન્ય પક્ષોમાં જોડાઈને ઉમેદવારી પત્રો ભર્યા હતા. કેટલાકે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું હતું. મહાયુતિએ થાણે જિલ્લામાં મોટા પ્રમાણમાં બળવાખોરી જોવા મળી રહી છે. જેના કારણે ઘણા સીટીંગ વિધાનસભ્યોને પાર્ટીની અંદર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જેના કારણે કેટલીક બેઠકો જોખમમાં મુકાય તેવી સંભાવના છે. કેટલીક જગ્યાએ શિવસેનાના ઉમેદવારોએ ભાજપના વિધાનસભ્યો સામે બળવો કરવાના સંકેતો આપ્યા છે. આમાં મુરબાડ, કલ્યાણ-પૂર્વ, કલ્યાણ-પશ્ર્ચિમ, ડોમ્બિવલી, કલ્યાણ-ગ્રામીણ, નવી મુંબઈ જેવા કેટલાક મતવિસ્તારોનો સમાવેશ થાય છે.

આપણ વાંચો: માનવતા મહેંકી: એકનાથ શિંદેએ કાફલો રોકીને જખમી યુવકને કરી મદદ

જોકે કેટલાક મતવિસ્તારોમાં બળવો થયો ન હતો, પરંતુ સ્થાનિક વરિષ્ઠ નેતૃત્વે ગુપ્ત રીતે ભાજપના ઉમેદવાર સામે મોરચો માંડ્યો હતો. આ આગેવાનોએ તેમના ભૂતપૂર્વ કોર્પોરેટરોને ભાજપના ઉમેદવાર માટે કામ ન કરવા જણાવ્યું છે, પરંતુ વિવિધ જગ્યાએ ભૂતપૂર્વ કોર્પોરેટરોએ તેનો સીધો અસ્વીકાર કર્યો હોવાનું જાણવા મળે છે.

આધારભૂત સૂત્રોએ માહિતી આપી છે કે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લક્ષ્મી પૂજાના અવસર પર આવા કેટલાક વરિષ્ઠ કોર્પોરેટરો સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. તાજેતરમાં તેમણે બદલાપુરમાં શિવસેનાના વરિષ્ઠ ભૂતપૂર્વ કોર્પોરેટર સાથે વાતચીત કરી હતી અને સ્પષ્ટ સૂચના આપી હતી કે, તેમણે મહાયુતિના ઉમેદવારના પ્રચાર માટે કામ કરવાનું શરૂ કરી દેવું જોઈએ.

સ્થાનિક નેતૃત્વ મહાયુતિના ઉમેદવાર સામે કામ કરવાની સલાહ આપી રહ્યું છે અને જો આમ જ ચાલશે તો અમારે પાર્ટીમાંથી રાજીનામું આપીને મહાયુતિના ઉમેદવાર માટે કામ કરવું પડશે એવી ફરિયાદ કરનારા ભૂતપૂર્વ કોર્પોરેટરને મુખ્યમંત્રી શિંદેએ આશ્ર્વાસન આપ્યું હતું કે નારાજ અને બળવાખોર નેતાઓને હું જોઈ લઈશ, તમે કામ શરૂ કરો. જો તમને કોઈ સમસ્યા આવે તો મને જણાવો.

શિંદેના સંદેશથી ભૂતપૂર્વ કોર્પોરેટરોમાં વિશ્ર્વાસનું વાતાવરણ ઊભું થયું છે અને મહાયુતિના પ્રચાર માટે તૈયાર થયેલા આ પદાધિકારીઓને તાકાત મળી છે. હવે અસંતુષ્ટ અને બળવો કરી રહેલા વરિષ્ઠ નેતૃત્વ અને પદાધિકારીઓ સામે શિંદે કેવું વલણ અપનાવે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.

જોકે, મુખ્ય પ્રધાને મહાયુતિના ઉમેદવાર સામે રચાઈ રહેલા શિવસેનાના ગઠબંધન સામે સ્પષ્ટ વલણ અપનાવ્યું હોવાથી સ્થાનિક બળવાખોર નેતાઓ હવે મૂંઝવણમાં મૂકાઈ ગયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker