આમચી મુંબઈમહારાષ્ટ્ર

અજિત પવારે કરેલી ભૂલની કબૂલાત પછી હવે પ્રફુલ્લ પટેલે આપ્યું આ નિવેદન

મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં બારામતીમાં પિતરાઇ બહેન તેમ જ શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળે સામે પત્ની સુનેત્રા પવારને ચૂંટણીમાં ઊભી રાખવી એ પોતાની ભૂલ હોવાનું કબૂલ કરતું નિવેદન નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર આપ્યું ત્યાર બાદ તેના પર વિવિધ પ્રતિક્રિયા આવી રહી છે અને તર્ક વિતર્ક પણ કરવામાં આવી રહ્યા છે.

એક બાજુ સુપ્રિયા સુળેએ તેમને અજિત પવારે આપેલા નિવેદન બાબતે કોઇ જાણ નહીં હોવાથી કોઇ નિવેદન આપવાનું ટાળ્યું હતું. હવે અજિત પવાર જૂથના નેતા પ્રફુલ્લ પટેલે આ વિશે વાત કરતા કહ્યું હતું કે અજિત પવાર મહારાષ્ટ્રના મોટા નેતા છે અને એનસીપીના અધ્યક્ષ છે. આ તેમની આ અંગત બાબત છે અને મારે તેના પર કંઇ બોલવું યોગ્ય ગણાય નહીં. તેમણે કંઇ કહ્યું હોય તો મારે તેના પર બોલવું અયોગ્ય ગણાશે.

આ પણ વાંચો: ગુજરાતના નેતાઓએ અજિત પવાર પર દબાણ કર્યુ….. રોહિત પવારની પોસ્ટ વાયરલ

ઉલ્લેખનીય છે કે અજિત પવારે મંગળવારે એમ પણ કહ્યું હતું કે મારે રાજકારણ અને કુટુંબને જુદા રાખવા જોઇતા હતા. બંનેને એકસાથે લાવવા એ મારી ભૂલ હતી. હું મારી બધી જ બહેનોને ખૂબ પ્રેમ કરું છું.

હાલ અજિત પવાર મહારાષ્ટ્રમાં જન સન્માન યાત્રા અંતર્ગત વિવિધ જિલ્લાઓનો પ્રવાસ ખેડી રહ્યા છે અને મતદારો સાથે જોડાઇ રહ્યા છે તેમ જ મહાયુતિની યોજનાઓ વિશે જનતામાં જાગરૂકતા ફેલાવી સંગઠનને મજબૂત કરી રહ્યા છે.

જોકે તેમના નિવેદનના પગલે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું હતું અને તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે અજિત પવારનું કાકા શરદ પવાર અને બહેન સુપ્રિયા સુળે સામે થયેલું કૂણું વલણ શું તેમના શરદ પવાર સાથે પાછા જોડાવાના સંકેત છે, તેવો સવાલ પણ અનેક લોકોના મનમાં ઉદ્ભવ્યો હતો

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button