આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

હું દેવેન્દ્ર સરિતા ગંગાધર ફડણવીસ…શપથ લેતા પહેલા વિધાનસભ્યોને સંબોધ્યા

મુંબઈઃ આવતીકાલે ભાજપના નેતા અને મહાયુતીના ચહેરા તરીકે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે ત્યારે તેમની શપથવિધિનું આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા આ સમારોહમાં દેવેન્દ્રના નામ બાદ તેમના માતા સરિતા અને ત્યારબાદ તેમના પિતા ગંગાધરરાવનું નામ લખ્યું છે.
ઘણી રાજરમતો બાદ ફડણવીસને મુખ્ય પ્રધાન તરીકે આજે ઘોષિત કરવામાં આવ્યા છે. ભાજપની 132 બેઠક પરની જીત અને મહાયુતીની 235 બેઠક પરની જીતનો સહેરો તેમની માથે બંધાયો છે.

I Devendra Sarita Gangadhar Fadnavis… addressed the MLAs before taking oath

ત્રીજીવાર લેશે શપથ

2014માં પહેલીવાર ભાજપના મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્રએ શપથ લીધા હતા અને પાંચ વર્ષ સુધી સત્તામાં રહ્યા. ત્યારબાદ 2019મામં પણ મિત્રપક્ષ શિવસેના સાથે ચૂંટણી લડી બહુમત મેળવ્યો, પરંતુ મુખ્ય પ્રધાન મામલે વિવાદ ઊભો થતા ભાજપે સત્તાથી દૂર રહેવું પડ્યું. જોકે આ સમય દરમિયાન અજિત પવાર સાથે મળી દેવેન્દ્રએ સત્તા સ્થાપવાની કોશિશ કરી અને બીજી વાર રાજભવનમાં મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધાં, પરંતુ આ સરકાર 80 કલાક જ ચાલી અન તૂટી પડી.

ત્યારબાદ 2022માં શિવસેનાનું એક જૂથ ભાજપ સાથે આવ્યું સત્તા પણ સ્થાપી, પરંતુ છેલ્લી ઘડીએ એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનપદ મળતા દેવેન્દ્રએ ઝટકો સહન કરવો પડ્યો. હવે ફરી તે મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી રહ્યો છે.

જૂથનેતા તરીકે ચૂંટાયા બાદ નેતાઓને કહ્યું કે…

આજે તેનું નામ જાહેર થયા બાદ જૂથના નેતા તરીકે તેણે કાર્યકરોને સંબોધ્યા હતા અને જણાવ્યું હતું કે આટલી બહુમતીથી જીત મળી છે તેનો આનંદ છે, પરંતુ સાથે જવાબદારી પણ એટલી જ વધી છે. દરેકની આશાઓ પર ખરા ઉતરવાનું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે મને ધારાસભ્ય જૂથના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટવા બદલ આપ સૌનો આભાર. આ ચૂંટણી ઘણી ઐતિહાસિક હતી. આ ચૂંટણીએ આપણી સામે એક વાત મૂકી છે તે છે ‘એક હૈ તો સીફ હૈ’ અને ‘મોદી હૈ તે મુંકીન હૈ’. મોદીજીના નેતૃત્વમાં જીતનો સિલસિલો લોકસભા બાદ હરિયાણાથી શરૂ થયો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને સાથી પક્ષોનો આભાર કે જેઓ હૃદયપૂર્વક આપણી સાથે છે.

Also Read – Fadanvis Final: આવતીકાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે ત્રીજીવાર શપથ લેશે ભાજપના દેવાભાઉ

જે સંવિધાન દ્વારા આપણે ચૂંટાયા છીએ તે 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. મોદીજી હંમેશા કહે છે કે મારા માટે કોઈપણ ધર્મગ્રંથ કરતાં ભારતનું બંધારણ વધુ મહત્વનું છે. જનતાએ મોટો જનાદેશ આપ્યો છે, તે જનાદેશનું સન્માન કરીએ તે જરૂરી છે.

દરમિયાન ફડણવીસ સાથે બીજું કોણ કોણ શપથ લેશે, તે મામલે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button