Honeymoon પર પતિએ પત્નીને કહ્યું Second Hand અને 30 વર્ષ બાદ થયું કંઈક એવું કે…
મુંબઈ: મુંબઈથી છુટાછેડાનો એક ખૂબ વિચિત્ર કેસ સામે આવ્યો છે, જેમાં પત્નીને એલફેલ બોલવું પતિને ખુબ જ ભારે પડ્યું છે. મળી રહેલી માહિતી પ્રમાણે મુંબઈમાં રહેતી યુવતીના લગ્ન 1994માં અમેરિકામાં રહેતા યુવક સાથે થયા હતા અને હનીમૂનની રાતે જ પતિએ કહેલા એક શબ્દને કારણે તેમના સંબધોમાં તિરાડ પડી ગઈ હતી. આખરે પત્ની તેની માતાના ઘરે રહેવા ગઈ અને તેણે ડિવોર્સનો કેસ ફાઈલ કર્યો અને બંનેના ડિવોર્સ થઈ ગયા પરંતુ પતિને આ ડિવોર્સ ખૂબ જ મોંઘા પડ્યા છે, કારણ કે તેણે પત્નીને વળતર પેટે 3 કરોડ રૂપિયા અને દર મહિને અમુક ચોક્કસ રકમ ભરણ પોષણ પેટે ચૂકવવાનો આદેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. ચાલો તમને વિસ્તારથી જણાવીએ આખો ઘટનાક્રમ…
આ પણ વાંચો: શું કરે સરકાર? પીએમ આવાસ યોજનાના પૈસા મળતા જ પતિ છોડી આટલી પત્નીઓ ભાગી ગઈ
વાત જાણે એમ છે કે લગ્ન બાદ અન્ય કપલની જેમ જ તેઓ પણ હનીમૂન માટે નેપાળ ગયા હતા. હનીમૂનની રાતે જ પતિએ તેની પત્નીને કહ્યું કે તું તો ‘સેકન્ડ હેન્ડ’ છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવતીના આ બીજા લગ્ન હોવાથી પતિએ આવી ટિપ્પણી કરી હતી. બંને હનીમૂન પરથી પાછા એકસાથે આવ્યા, પરંતુ પત્ની દ્વારા કહેવાયેલા આ શબ્દોને ભૂલી શકી નહીં અને વાત વધતી જ ગઈ. હનીમૂન પરથી પાછા આવ્યા પછી, પત્નીએ તેના પતિને વારંવાર એક જ પ્રશ્ન પૂછ્યો હતો કે શું તે ખરેખર તેના વિશે આવું વિચારે છે? જેના કારણે બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. સામે પક્ષે પતિ પણ પત્નીના કેરેક્ટરને લઈને શંકા કરવા લાગ્યો હતો તેના ચારિત્ર્ય વિશે એલફેલ વાતો સંભળાવવા લાગ્યો હતો.
આ પણ વાંચો: ગર્ભાવસ્થા દરમિયાન સગીરાના મૃત્યુ પ્રકરણે પતિની ધરપકડ
બંને વચ્ચેનો વિખવાદ એટલો બધો વધી ગયો કે આખરે 2005માં બંને જણ મુંબઈ પાછા ફર્યા હતા. પતિએ પત્નીને એના માતાના ઘરે છોડીને 2014માં અમેરિકા પાછો ફર્યો હતો. આ તમામ વાતોથી કંટાળીને 2017માં પત્નીએ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને બોમ્બે હાઈકોર્ટે પણ નીચલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો. કોર્ટે પતિને વૈકલ્પિક ઘર માટે રૂ. 75 હજાર, જાળવણી ભથ્થા તરીકે દર મહિને ભરણ પોષણ માટે રૂ. 1.5 લાખ અને વળતર તરીકે રૂ. 3 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે આ રકમ પીડિતાને તેને થયેલા માનસિક ત્રાસના વળતર પેટે આપવામાં આવી રહી છે.