પતિ સાથે 1.73 કરોડ રૂપિયાની ઠગાઇ: મહિલા, તેના ત્રણ સાથીદાર વિરુદ્ધ ગુનો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પતિ સાથે 1.73 કરોડ રૂપિયાની ઠગાઇ: મહિલા, તેના ત્રણ સાથીદાર વિરુદ્ધ ગુનો

મુંબઈ: લોન મેળવી આપવાને બહાને તેમ જ ખોટો પોલીસ કેસ દાખલ કરવાની ધમકી આપીને મહિલાએ તેના ત્રણ સાથીદાર સાથે મળી પોતાના પતિ સાથે 1.73 કરોડ રૂપિયાની ઠગાઇ આચરી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રકરણે નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે પોલીસે રવિવારે આરોપી પૂનમ રોડે અને તેના ત્રણ સાથીદાર સચિન યેલાવી, સુહાસ પવાર તથા કિશોર પવાર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો હતો, એમ ભાંડુપ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.

પૂજા રોડેએ સાત વર્ષમાં તેના પતિ વિશાલ અશોક રોડે સાથે 1.73 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

સપ્ટેમ્બર, 2019માં પૂજાએ તેના પતિની મુલાકાત મિત્ર સચિન ચેલાવી અને સુહાસ પવાર સાથે કરાવી હતી અને દાવો કર્યો હતો તે બંને જણ વ્યવસાય ધરાવે છે અને તેઓ લોન મેળવી આપવામાં મદદ કરી શકે છે.

પૂજાએ બાદમાં તેના પતિને કહ્યું હતું કે સુહાસને ઓળખતો બિઝનેસમેન મ્હાત્રે તેની કંપની થકી ત્રણ કરોડ રૂપિયાની લોન અપાવી શકે છે. વિશાલ રોડેએ બાદમાં પ્રોસેસિંગ ફી તરીકે યેલાવીને 6.92 લાખ રૂપિયા આપ્યા હતા. જોકે લોન ક્યારેય પ્રોસેસ થઇ નહોતી.

એફઆઇઆર અનુસાર આરોપી સુહાસ પવારની ઓફિસમાં કામ કરતી મહિલાએે વ્હૉટ્સઍપ પર ચેટિંગ કરવાનું શરૂ કર્યું હતું અને અશ્ર્લીલ ફોટાની આપ-લે કરી હતી, જેનો ઉપયોગ બાદમાં તેણે વિશાલને ધમકાવવા માટે કર્યો હતો. આરોપીએ પોલીસમાં કેસ કરવાની ધમકી આપી હતી અને મામલાની પતાવટ કરવા તેની પાસેથી પૈસા લેવાનું શરૂ કર્યું હતું.

પૂનમે 2022થી તેના પતિના બૅંક એકાઉન્ટમાંથી દર મહિને 2.20 લાખ રૂપિયા પોતાના બૅંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા અને 82.23 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી.

આરોપીએ મિલકતના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવા માટે દબાણ કરતાં વિશાલે પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button