આમચી મુંબઈ

પતિએ ગર્ભવતી પત્નીના પેટ પર લાત મારી: પતિ સહિત પાંચ સામે ગુનો

થાણે: ઘરેલુ વિવાદમાં પતિએ પત્નીના પેટ પર લાત મારી હોવાની ઘટના ભિવંડીમાં બનતાં પોલીસે પતિ સહિત પરિવારના પાંચ સભ્ય વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

નિઝામપુરા પોલીસના જણાવ્યા મુજબ ઘટના 14 ઑગસ્ટે બની હતી. નર્સ તરીકે કામ કરતી ફરિયાદીએ પતિને અન્ય મહિલા સાથેના તેના વર્તન અંગે પૂછતાં પતિ વીફર્યો હતો.

ફરિયાદમાં જણાવાયું હતું કે પતિ મિરાજ મોહમ્મદ અલી મોમીને ગર્ભપતિ પત્નીના પેટ અને ચહેરા પર કથિત રીતે લાત મારી હતી. ફરિયાદીની મારપીટમાં તેની સાસુ અને નણંદ પણ જોડાયાં હતાં. ફરિયાદીની માતાએ મધ્યસ્થીનો પ્રયાસ કરતાં તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનું અધિકારીનું કહેવું છે.

આ પણ વાંચો :ભિવંડીમાં વિદ્યાર્થિનીઓને અશ્લીલ વીડિયો બતાવવા બદલ શિક્ષકની ધરપકડ

મારપીટને કારણે ઇજા પામેલી ફરિયાદીને સારવાર માટે થાણેની પાલિકાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર બાદ સ્વાસ્થ્યમાં સુધારો જણાતાં નર્સે નિઝામપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 91, 115(2), 352 અને 351(2) હેઠળ પાંચ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. મહિલા અને તેના ગર્ભમાંના બાળકને કોઈ નુકસાન થયું છે કે કેમ તેના તબીબી અહેવાલની પોલીસ રાહ જોઈ રહી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button