આમચી મુંબઈ

બેંગલુરુમાં પત્નીની હત્યા કરી મૃતદેહ સૂટકેસમાં છુપાવ્યો: પતિ સાતારામાં બેભાન મળ્યો…

પુણે: બેંગલુરુમાં પત્નીની હત્યા કરીને મૃતદેહ સૂટકેસમાં છુપાવવાના આરોપનો સામનો કરી રહેલો પતિ સાતારા જિલ્લામાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. આરોપી રાકેશ ખેડેકરે ઝેરી રસાયણ પીધું હતું અને તે સાતારામાં શિરવાલ પોલીસ સ્ટેશનની હદમાં બેભાન મળી આવ્યો હતો.

રાકેશને તાત્કાલિક શિરવાલની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને બાદમાં તેને પુણેની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. રાકેશની કસ્ટડી મેળવવા માટે બેંગલુરુ પોલીસની ટીમ પુણે આવી પહોંચી હતી.
બેંગલુરુ પોલીસને અગાઉ રાકેશ ખેડેકરની પત્ની ગૌરી ખેડેકર (32)નો મૃતદેહ સૂટકેસમાંથી મળી આવ્યો હતો.

શિરવાલ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર યશવંત નલાવડેએ જણાવ્યું હતું કે ગુરુવારે રાતના અમને રાકેશ બેભાન અવસ્થામાં મળ્યો હતો. રાકેશને અમને કહ્યું હતું કે તેણે પોતાની પત્નીની હત્યા કરી હતી. અમે વરિષ્ઠ અધિકારીઓને આની જાણ કરી હતી. બાદમાં બેંગલુરુની હત્યાના સમાચાર સામે આવ્યા હતા.

બેંગલુરુ પોલીસના જણાવ્યા અનુસાર દંપતી જે ઘરમાં રહેતું હતું તેના માલિકે ગુરુવારે સાંજે 5.30 વાગ્યે પોલીસ ક્ધટ્રોલ રૂને કૉલ કર્યા બાદ હત્યાની ઘટના સામે આવી હતી. દંપતી ગયા મહિને બેંગલુરુમાં શિફ્ટ થયું હતું અને હુલીમાવુ પોલીસ સ્ટેશનની હદમાં ડોડાકમ્મનાહલ્લી ગામમાં તેમણે ભાડામાં પર ફ્લેટ લીધો હતો.

આ પણ વાંચો: બાળકીનો મૃતદેહ તેના જ ફ્લૅટમાં બાથરૂમના માળિયા પરથી મળ્યો: પડોશીની ધરપકડ

રાકેશની પત્ની ગૌરીનો મૃતદેહ સૂટકેસમાંથી મળ્યો હતો અને તેના શરીર પર ઇજાના અને નિશાન હતા. રાકેશ ખાનગી કંપનીમાં કામ કરતો હતો. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button