આમચી મુંબઈ

વરસાદનાં પાણી રેલવે ટ્રેક પર છોડતી હાઉસિંગ સોસાયટી સુધરાઈનું ટાર્ગેટ

રેલવેનાં પાટા પર પાણી ભરાવા માટે કારણભૂત સોસાયટી સામે કાનૂની પગલાં લેવાની ચેતવણી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ચોમાસા દરમિયાન હાઉસિંગ સોસાયટીના પરિસરમાં ભરાયેલાં પાણીનો નિકાલ રસ્તા પર અને નાળા પર કરે છે અને તેને કારણે ઉપનગરીય રેલવે સેવાને ફટકો પડે છે તેવી હાઉસિંગ સોયાટીઓ સામે કડક પગલાં લેવાની ચેતવણી મુંબઈ મહાનગરપાલિકાએ આપી છે. ચેતવણીને અવગણનારા સામે કાયદેસર પગલાં લેવાનો નિર્દેશ પણ પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ આપી છે.

| Also Read: ‘સત્યમ’ થિયેટરનું Reservation હવે જશે? મુંબઈના આ થિયેટર સાથે હવે આ થશે…

મુંબઈમાં ૨૫/૯ના માત્ર બે કલાકમાં અમુક વિસ્તારોમાં ૨૦૦ મિલીમીટરથી વધુ પડેલા વરસાદને કારણે મુંબઈગરાની લાઈલાઈન ગણાતી લોકલ રેલવે ઠપ થઈ ગઈ હતી અને રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં રેલવે લાઈનને અડીને આવેલી હાઉસિંગ સોસાયટીઓએ તેમના પરિસરમાં ભરાઈ ગયેલાં પાણીનો નિકાલ રેલવે પાટા પર તો અમુક જગ્યાએ રસ્તા પર કર્યો હતો અને આ પાણી રેલવે ટ્રેક પર આવી ગયા હતા. તેને કારણે ઉપનગરીય રેલા સેવા કલાકો સુધી ખોરવાઈ ગઈ હતી.

સોમવારે પાલિકા મુખ્યલયમાં કમિશનર ભૂષણ ગગરાણીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં રેલવે પાટાઓ પર જયાં પાણી ભરાયાં હતાં અને તે વિસ્તારો અને તેના પર ઉપાયયોજના પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન કમિશનરે સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને વોર્ડ સ્તરે અધિકારીઓને આપસમાં સમન્યવય રાખવાનો આદેશ આપ્યો હતો.

| Also Read: શરદ પવાર ચૂંટણી પહેલા ભાજપ અને એનસીપીમાંથી ઈન-કમિંગનો સંકેત આપે છે; રામરાજે નાઈક નિમ્બાલકરનો નંબર?

એ સાથે જ જે હાઉસિંગ સોસાયટીઓએ તેમના પરિસરમાં વરસાદનાં ભરાયેલાં પાણી રસ્તા પર તેમ જ નાળામાં છોડે છે અને તેને કારણે રેલવે પાટા પર પાણી ભરાઈને ટ્રેન સેવા ઠપ થાય છે તેવી હાઉસિંગ સોસાયટીઓને આવું નહીં કરવાની સલાહ આપવાની અને એક વખત કહ્યા બાદ પણ સાંભળે નહીં તેમની સામે કાયદેસર પગલાં લેવાનો નિર્દેશ પણ કમિશનરે આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button