મૃતદેહને લપેટવા લાંચ માંગી: હોસ્પિટલે કર્મચારીની કરી હકાલપટ્ટી | મુંબઈ સમાચાર

મૃતદેહને લપેટવા લાંચ માંગી: હોસ્પિટલે કર્મચારીની કરી હકાલપટ્ટી

મુંબઈ: નવી મુંબઈની પાલિકા હોસ્પિટલના સત્તાવાળાઓએ કોન્ટ્રેક્ટ પર કામ કરતા કર્મચારીને નોકરીમાંથી બરતરફ કર્યો છે. પોસ્ટમોર્ટમ થયા બાદ મૃત મહિલાના શબને કપડામાં વીંટાળીને સોંપવા માટે બે હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા બાદ તેની હકાલપટ્ટી કરવામાં આવી હતી.

વાશીની નવી મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં સોમવારે સાંજે આ ઘટના બની હતી. તેનો વીડિયો પણ વાયરલ થયો હતો. કર્મચારી સામે કાર્યવાહી વીડિયોના આધારે કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.રાજેશ મ્હાત્રેએ જણાવ્યું હતું કે ‘કોન્ટ્રેક્ટ પર કામ કરતો 32 વર્ષનો કર્મચારી હોસ્પિટલના શબઘરમાં ફરજ પર હતો. વાયરલ વીડિયોમાં તે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું એ 27 વર્ષીય મહિલાની લાશને લપેટવા માટે એક પરિવાર પાસેથી બે હજાર રૂપિયા માંગી રહ્યો હોવાનું દેખાય છે.’

(પીટીઆઈ)

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button