Mumbaiથી Nashik જવા ડોક્ટરે બૂક કરી કેબ પણ થયો એવો Horrible Experience કે…
મુંબઈઃ મુંબઈમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રેન, બસ, રિક્ષા અને ટેક્સીનો ઉપયોગ કરે છે. આપણામાંથી ઘણા લોકોને રિક્ષા-ટેક્સી ડ્રાઈવરના તોછડાઈભર્યા વર્તનનો અનુભવ પણ થયો જ હશે, પરંતુ હાલમાં મુંબઈના એક ડોક્ટરને કેબચાલકનો એવો અનુભવ થયો હતો જેના વિશે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો.
વાત જાણે એમ છે કે મુંબઈના એક વરિષ્ઠ ડોક્ટરને કેબચાલકોનો વિચિત્ર વર્તનનો સામનો કરવો પડ્યો હતો. કેબચાલકે ડોક્ટર પાસેથી જબરજસ્તીથી જયશ્રી રામ બોલવાની ફરજ પાડી હતી અને ત્યાર બાદ જ કેબ કન્ફર્મ કરવાની વાત કહી હતી. ડો. એકે પઠાણે પોતાનો આ વિચિત્ર અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
પઠાણે મુંબઈથી નાશિક માટે એક એપની મદદથી કેબ બૂક કર્યો હતો. નાશિકમાં એક લગ્નમાં હાજરી આપવા જવાનું હતું. પરંતુ કેબમાં બેસતા પહેલાં જ તેમને એકદમ વિચિત્ર અને ચોંકાવનારો અનુભવ થયો હતો. કેબચાલકે રાઈડ કન્ફર્મ કરવા માટે તેમને બળજબરીથી જયશ્રી રામ બોલવાની ફરજ પાડી હતી. એપના માધ્યમથી વોટ્સએપ ચેટમાં ડોક્ટરને આ મેસેજ આવ્યો હતો.
એપ પરથી કાર બૂક કરતાં જ ડો. પઠાણને ડ્રાઈવરે કન્ફર્મેશન માટે એક મેસેજ આવ્યો હતો અને તેમણે મુંબઈની હાજીઅલીથી બપોરે તેમને પિકઅપ કરવા માટે જણાવ્યું હતું. એટલું જ નહીં પણ તમે જયશ્રી રામ બોલશો તો જ હું રાઈડ માટે તૈયાર થઈશ. જેના જવાબમાં ડોક્ટરે જણાવ્યું હતું કે મને જયશ્રી રામ બોલવામાં કોઈ વાંધો નથી, પણ આ પ્રકારની જબરજસ્તી ના હોવી જોઈએ.
પોતાની સાથે બનેલી આ ઘટના બાદ ચાલકની આ માગણીનો કોઈ પણ ઉત્તર ના આપતા રાઈડ જ ન લેવાનું નક્કી કર્યું. ડ્રાઈવરે ડોક્ટરને મોકલાવેલા મેસેજમાં એવું લખવામાં આવ્યું હતું કે શ્રી રામભક્ત સનાતની છું…જય શ્રીરામ તો બોલવું પડશે… તો કન્ફર્મ કરું… દરમિયાન જ્યારે ડોક્ટરે આવા ડ્રાઈવર સાથે રાઈડ ન કરવાનું નિર્ણય લઈને આ પ્રકરણની માહિતી સંબંધિત યંત્રણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ડ્રાઈવરે ચાલાકી કરીને તેની રાઈડ કેન્સલ કરી દીધી હતી.