Road Accident અંગે ‘એલાર્મ’ કોલઃ મુંબઈમાં હીટ એન્ડ રન કેસમાં આટલા ટકાનો વધારો…

મુંબઈઃ મુંબઈ ટ્રાફિક પોલીસના રિપોર્ટ અનુસાર 2023ના રોડ અકસ્માતમાં 351 લોકોનાં મોત થયા હતા, જ્યારે 2015 પછી 39 ટકાનો વધારો થયો છે. રોડ અકસ્માત અંગેના ચોંકાવનારા રિપોર્ટ રજૂ કરતા મુંબઈ શહેરના ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જણાવાયું હતું કે ૨૦૨૩માં મુંબઈના રસ્તાઓ પર થયેલા તમામ જીવલેણ અકસ્માતોમાં હિટ એન્ડ રનની ઘટનાઓ ૩૮ ટકા હતી અને મોટા ભાગના ભોગ બનેલા લોકો (૫૪ ટકા) રાહદારીઓ હતા.
Also read : કોસ્ટલ રોડ પર તિરાડ પર શરૂ થયું રાજકારણ
બ્લૂમબર્ગ ફિલાન્થ્રોપીઝ ઇનિશિયેટિવ ફોર ગ્લોબલ રોડ સેફટીના સહયોગમાં મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરાયેલા આ અહેવાલમાં જણાવાયું છે કે મૃતકોમાં ટુ અને થ્રી-વ્હીલરમાં સવાર ૪૮ ટકા અને રાહદારીઓ ૪૦ ટકાનો સમાવેશ થાય છે. આ મૃત્યુમાં સૌથી વધુ પુરુષો (૮૨ ટકા) હતા, જેમાં ૨૦-૩૯ વર્ષની વયજૂથના લોકો ૪૭ ટકા પુરુષોનો સમાવેશ થાય છે.
મુંબઈમાં ૨૦૨૩ માં ૩૫૧ માર્ગ અકસ્માતોમાં ૩૭૪ મૃત્યુ નોંધાયા હતા, જે ૨૦૧૫ થી ૩૯ ટકાનો ઘટાડો દર્શાવે છે. એક અધિકારીએ ડેટાને ટાંકીને જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા મોટાભાગના મોટરસાયકલ સવારો ૨૦-૨૯ વર્ષની વય જૂથના હતા.
આમાંના ઘણા રાહદારીઓના મૃત્યુ સાયન-પનવેલ હાઇવે, ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ અને વરલી સીફેસ જંકશનના આંતરછેદ પર થયા છે, એવો ઉલ્લેખ ડેટામાં કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, સાયન-બાંદ્રા લિંક રોડ અને બૈગનવાડી સિગ્નલ જંકશનના આંતરછેદ પર મોટાભાગના મૃત્યુ અને ઇજાઓ જોવા મળી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
Also read : મુંબઇની ડેમોગ્રાફી બદલવાનો પ્રયાસ થઇ રહ્યો છે, આ નેતાએ લગાવ્યા ગંભીર આરોપ
ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગ અને ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ પર કિલોમીટર દીઠ સૌથી વધુ મૃત્યુ અને ઈજાઓ નોંધાઈ છે. ડેટા અનુસાર, ૨૦૨૩માં તે રસ્તાઓ પર કિલોમીટર દીઠ ૧૦ મૃત્યુ થયા હતા. અકસ્માતો નિવારવા રિપોર્ટમાં કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા છે, જેમાં ગતિ મર્યાદા ઘટાડવા ઉપરાંત, મોટરસાઇકલ હેલ્મેટ, સીટ બેલ્ટ, વધુ ચાલવા યોગ્ય માર્ગ બનાવવા, સુરક્ષિત ફૂટપાથો અને સાયકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અમલ વધારવો, વગેરેનો સમાવેશ થાય છે.
(પીટીઆઈ)