આમચી મુંબઈવેપારશેર બજાર

હિન્દુસ્તાન ઝિંકના શેરમાં 8%નો કડાકો, વેદાંતાના આ નિર્ણયને કારણે શેર તૂટ્યા

મુંબઈ: આજે શુક્રવારે શેર માર્કેટ ખુલતાની સાથે જ વેદાંતા ગ્રૂપ(Vedanata group)ની કંપની હિન્દુસ્તાન ઝિંક(Hindustan Zinc)ના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. વેદાંતાની ઑફર ફોર સેલ (OFS) રૂ. 486ના ડિસ્કાઉન્ટેડ ફ્લોર પ્રાઇસ પર ખુલ્યા પછી, હિન્દુસ્તાન ઝિંક (HZL) ના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 7.8% ઘટીને રૂ. 528ના દિવસના નીચા સ્તરે પહોંચી ગયા હતા. HZLનું પ્રમોટર માઇનિંગ ગ્રુપ ઓગસ્ટ 16-19 દરમિયાન તેનો 3.31% હિસ્સો એટલે કે 14 કરોડ શેર વેચી રહ્યું છે. વેદાંતા શેર, જે ફ્લોર પ્રાઇસ પર OFS થી આશરે રૂ. 6,498 કરોડ એકત્ર કરે તેવી ધારણા છે.

માઇનિંગ જાયન્ટ વેદાંત બિન-રિટેલ રોકાણકારોને 5,14,40,329 ઇક્વિટી શેર વેચી રહી છે, જે હિન્દુસ્તાન ઝિંકની ઇક્વિટી શેર કેપિટલના 1.22 ટકા છે. એક્સચેન્જ ફાઈલિંગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, બાકીના 8.23 કરોડ શેર રિટેલ અને નોન-રિટેલ રોકાણકારોને ઓવરસબસ્ક્રિપ્શન પછી વેચવામાં આવશે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ ઓફર અન્ય બાબતોની સાથે, વિકાસ અને વિસ્તરણના હેતુ માટે ભંડોળ એકત્ર કરવા અને કંપનીના કેપિટલ સ્ટ્રક્ચરને અનુરૂપ બનાવવા માટે કરવામાં આવી રહી છે.”

આ પણ વાંચો : શૅરબજારમાં અફડાતફડી અને ઊંચા વેલ્યુએશનને કારણે રોકાણકારોનું ધ્યાન મૂડીબજાર તરફ

નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ક્વાર્ટરમાં, વેદાંતાએ હિન્દુસ્તાન ઝિંકમાં 64.92% હિસ્સો રાખ્યો હતો, જ્યારે 29.54% હિસ્સો સરકાર પાસે હતો. વેદાંતા તેના એલ્યુમિનિયમ, ઓઈલ અને ગેસ, પાવર, બેઝ મેટલ અને આયર્ન અને સ્ટીલના વ્યવસાયોને અલગ લિસ્ટેડ એન્ટિટીમાં વિભાજિત કરવાની યોજના બનાવી રહી છે. આ પગલા પાછળનો વિચાર વેદાંત રિસોર્સ લિમિટેડના રિફાઇનાન્સિંગ જોખમ અને ડિવિડન્ડ પરની અવલંબન ઘટાડવાનો છે.

HZL આ મહિને તેના શેરધારકોને રૂ. 6,000 કરોડનું સ્પેશીયલ ડિવિડન્ડ જાહેર કરશે. 20 ઓગસ્ટે મળનારી બોર્ડ બેઠકમાં આને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે. બહાર આવેલી માહિતી અનુસાર, 6,000 કરોડ રૂપિયાના સ્પેશિયલ ડિવિડન્ડમાંથી 30 ટકા એટલે કે 2,400 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને નાણાકીય વર્ષ માટે તેની નોન-ટેક્સ રેવન્યુમાં યોગદાન આપવા માટે જઈ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button