આમચી મુંબઈ

Ghatkopar hoarding crashed case: FIR રદ કરવાની અરજી અંગે પોલીસ પાસે જવાબ માંગ્યો

મુંબઈ: ઘાટકોપર હોર્ડિંગ તૂટવાના કેસ (Ghatkopar hoarding crashed)માં ધરપકડ કરાયેલા એડવર્ટાઇઝિંગ ફર્મના ડિરેક્ટર ભાવેશ ભિંડેની અરજીના જવાબમાં બોમ્બે હાઇ કોર્ટે પોલીસને વિસ્તૃત સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. ભિંડેએ માંગ કરી છે કે તેમની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવામાં આવે.

એફઆઇઆરમાં દાવો કરવામાં આવ્યો હતો કે હોર્ડિંગ તૂટી પડવાથી 17 વ્યક્તિનું થયેલું મુત્યુ ‘ડિવાઈન એક્ટ’ હતી અને અરજીની સુનાવણી બાકી હોવાથી તેમને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. તેમના પર હત્યા નહીં ગણાતા ગુનાહિત વધનો આરોપ મુકવામાં આવ્યો છે.

ન્યાયમૂર્તિ ભારતી ડાંગરે અને ન્યાયમૂર્તિ મંજુષાની ખંડપીઠે જણાવ્યું હતું કે આ અરજીમાં ગેરકાયદેસર ધરપકડની દલીલ પણ ઊભી કરવામાં આવી છે કારણ કે ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ ૪૧ એ અનુસાર નોટિસ પહેલા આરોપીને જારી કરવી બંધનકર્તા હોવા છતાં એ જારી નહોતી કરવામાં આવી.

આ પણ વાંચો : Vishalgad Violence મુદ્દે સ્થાનિક અધિકારીઓ સામે પગલાં ભરવા કોંગ્રેસે કરી માગણી

ખંડપીઠે કહ્યું કે પોલીસે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડશે કારણ કે ઘણા ચુકાદાઓ કહે છે કે ગેરકાયદેસર અટકાયતમાં તાત્કાલિક મુક્તિની જરૂર હોય છે. સરકારી વકીલ હિતેન વેનેગાંવકરે જણાવ્યું હતું કે વિગતવાર સોગંદનામું દાખલ કરવામાં આવશે. અદાલતે આ મામલાની વધુ સુનાવણી ૨૬ જુલાઇએ મુલતવી રાખી છે.

ભાવેશ ભીંડે ઈગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છે જેણે શહેરના ઘાટકોપર વિસ્તારમાં વિશાળ હોર્ડિંગ ઊભું કર્યું હતું. આ હોર્ડિંગ ૧૩ મેના રોજ તૂટી પડ્યું હતું, જેમાં ૧૭ લોકો માર્યા ગયા હતા અને ૭૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ભિંડેએ તેમની સામે નોંધાયેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરી હતી અને દાવો કર્યો હતો કે હોર્ડિંગ તૂટી પડ્યું એ ‘દૈવી ઘટના’ હતી અને અને તેથી તેમને જવાબદાર ઠેરવી ન શકાય. અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે ‘આઇએમડી બુલેટિન મુંબઈમાં ત્રાટકેલા તોફાની પવન સાથે તીવ્ર ધૂળના તોફાનની આગાહી કરવામાં નિષ્ફળ ગયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button